‘અગ્નિવીર'ને કાયમી નોકરી, મહિલાને દર મહિને 2100 રૂપિયા... 20 વાયદા સાથે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર
Haryana Assembly Election 2024, BJP Manifesto: હરિયાણા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પાત્ર આપ્યું છે. જેમાં ભાજપે હરિયાણાની જનતાને 20 વાયદા કર્યા છે. રોહતકમાં ચૂંટણી ઢંઢોરે જાહેર કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું કે આ ચૂંટણી ઢંઢેરો ચૂંટણી માટે નથી.
ભાજપે સંકલ્પ પત્રમાં કર્યા આ વાયદા
1. મહિલાઓને લાડો લક્ષ્મી યોજના હેઠળ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે.
2. IMT ખારઘોડાની તર્જ પર 10 ઔદ્યોગિક શહેરોનું નિર્માણ કરવામાં આવશે. દરેક શહેરમાં 50 હજાર સ્થાનિક યુવાનોને નોકરી આપવા માટે ઉદ્યોગ સાહસિકોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે.
3. ચિરાયુ-આયુષ્માન યોજના હેઠળ દરેક પરિવારને 10 લાખ સુધીની મફત સારવાર અને 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને અલગથી 5 લાખ સુધીની મફત સારવાર મળશે.
4. લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર 24 પાકની ખરીદી.
5. બે લાખ યુવાઓને 'બિના પર્ચી બિના ખર્ચી' સરકારી નોકરી પાક્કી.
6. પાંચ લાખ યુવાનો માટે રોજગારની અન્ય તકો અને રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમમાંથી માસિક સ્ટાઈપેન્ડ.
7. શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં 5 લાખ ઘર.
8. સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ અને તમામ હોસ્પિટલોમાં મફત ડાયગ્નોસિસ.
9. દરેક જિલ્લામાં ઓલ્મપિક રમતોની નર્સરી.
10. તમામ હરિયાણવી અગ્નિવીરને સરકારી નોકરીની ગેરેન્ટી.
11. હર ઘર ગૃહિણી યોજના હેઠળ 500 રૂપિયામાં સિલિન્ડર.
12. અવ્વલ બાલિકા યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રોમાં કોલેજ કરતી દરેક વિદ્યાર્થીનીને સ્કૂટર મળશે.
13. ભારત સરકારના સહયોગથી કેએમપીના ઓર્બિટલ રેલ કોરિડોરનું નિર્માણ અને નવી વંદે ભારત ટ્રેનોની શરૂઆત.
14. ભારત સરકારના સહયોગથી અનેક રેપિડ રેલ સેવાઓ અને ફરીદાબાદથી ગુરુગ્રામ વચ્ચે ઈન્ટરસિટી એક્સપ્રેસ મેટ્રો સેવાની શરૂઆત.
15. નાની પછાત સમાજની જાતિઓ (36 જાતિઓ) માટે પર્યાપ્ત બજેટ સાથે અલગ-અલગ કલ્યાણ બોર્ડ.
16. ડીએ અને પેન્શનને જોડતા સાઈન્ટિફિક ફોર્મ્યુલાના આધાર પર તમામ સામાજિક માસિક પેન્શનમાં વધારો થશે.
17. ભારતની કોઈપણ સરકારી કોલેજમાંથી મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા OBC અને SC જાતિના હરિયાણાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ સ્કોલરશિપ મળશે.
18. તમામ OBC વર્ગના ઉદ્યોગ સાહસિકોની મુદ્રા યોજના ઉપરાંત 25 લાખ સુધીની લોનની ગેરેન્ટી હરિયાણા રાજ્ય સરકાર ઉઠાવશે.
19. હરિયાણાને વેશ્વિક શિક્ષણનું કેન્દ્ર બનાવીને આધુનિક સ્કિલની તાલીમ આપવામાં આવશે.
20 દક્ષિણ હરિયાણામાં આંતરરાષ્ટ્રીય સ્તરનો અરાવલી જંગલ સફારી પાર્ક બનશે.
બીજી પાર્ટીઓ અવા વાયદા કરે છે પૂરા નથી થઈ શકતા
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, અમારી સરકારે 5 વર્ષ પહેલા કરેલા વચનો પૂરા કર્યા છે. અમે 2014માં જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે. અમે 187 વચનો આપ્યા હતા અને અમે ગર્વથી કહી શકીએ કે અમે તમામ વચનો પૂરા કર્યા છે. લોકો અમારા પર વિશ્વાસ કરે છે કારણ કે અમે અમારો ચૂંટણી ઢંઢેરો પૂરો કરીએ છીએ. બીજી પાર્ટીઓ એવા વચનો આપે છે જે વાસ્તવિક નથી અને તેને ક્યારેય પૂર્ણ નથી કરી શકાતા.
સીએમએ આગળ કહ્યું કે, અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે આજે જે વચન આપી રહ્યા છીએ તે પૂરા કરીશું. લોકો હવે કોંગ્રેસથી ત્રસ્ત છે અને હરિયાણાના લોકો ભાજપની સાથે છે. ભાજપ ખટા-ખટ અને ટકા-ટકની રાજનીતિમાં વિશ્વાસ નથી કરતી. કોંગ્રેસે હરિયાણાના લોકોને હંમેશા દગો આપ્યો છે પરંતુ હવે લોકો કોંગ્રેસનો અસલી ચહેરો જાણી ગયા છે.