400 પાર કરતા NDAને કોણ રોકી રહ્યું છે ? જાણો કયા રાજ્યોમાં BJPને મોટો સેટબેક
નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપની સરકારે 2024ની લોકસભા ચૂંટણી માટે 400 પારનો નારો આપ્યો હતો પરંતુ 10.30 વાગ્યા સુધીની મતગણતરીમાં ભાજપને 300 સીટો પર પણ લીડ મેળવવાના ફાંફા પડી રહ્યાં છે. ભાજપનું NDA ગઠબંધન હાલ 290-295 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે INDIA ગઠબંધન 222-225 બેઠકો પર ભારે ટક્કર આપી રહ્યું છે. ભાજપના 400 બેઠકોના લક્ષ્યાંકને હાંસલ કરતા અટકાવવાનું કામ દેશના અમુક ટોચના રાજ્યો કરી રહ્યાં છે જેમાં સૌથી મોટું અને મહત્વનું નામ છે ઉત્તર પ્રદેશ.
દેશમાં સૌથી વધુ લોકસભા બેઠકો ધરાવતા યુપીમાં ભાજપને આ ચૂંટણીમાં મોટો ફટકો પડતો જોવા મળી રહ્યો છે જ્યારે મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ વણસી રહી છે. આ સિવાય અન્ય રાજ્યો જેવા કે હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ અન્ય પક્ષો સારૂં પ્રદર્શન કરી રહ્યાં છે.
કયા રાજ્યોમાં ભાજપને ફટકો ?
|
NDA |
ફેરફાર |
INDIA |
ફેરફાર |
|
|
|
|
|
ઉત્તર
પ્રદેશ |
36 |
-26 |
42 |
+36 |
|
|
|
|
|
મહારાષ્ટ્ર |
18 |
-19 |
29 |
+20 |
|
|
|
|
|
હરિયાણા |
3 |
-7 |
7 |
+7 |
|
|
|
|
|
રાજસ્થાન |
13 |
-11 |
12 |
+11 |
|
|
|
|
|
કર્ણાટક |
16 |
-9 |
9 |
+8 |