ભાજપ મોહમ્મદ શમીને પશ્ચિમ બંગાળમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે ઊભો રાખે તેવી સંભાવના

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
ભાજપ મોહમ્મદ શમીને પશ્ચિમ બંગાળમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે ઊભો રાખે તેવી સંભાવના 1 - image


- શમીને બશ્તરહાટ સીટ પરથી ઊભો રાખવા ભાજપ વિચારે છે, આ મત ક્ષેત્રમાં જ ચર્ચામાં રહેલું સંદેશખાલી આવે છે

નવીદિલ્હી : લોકસભાની આગામી ચૂંટણી માટેની તારીખો થોડા દિવસોમાં જ જાહેર થવાની શક્યતા છે. એપ્રિલ-મે દરમિયાન વોટિંગ પણ થશે. દરમિયાન દરેક પક્ષો ઉમેદવારોની યાદી બનાવી રહ્યાં છે. ભાજપે પહેલાં લિસ્ટમાં ૧૯૫ ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. હવે બીજી યાદીમાં ટીમ ઇંડીયાના ઝડપી બોલર મોહમ્મદ શમીને લેવા માટે તેમનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. તેને ભાજપની ટિકીટ આપવામાં આવે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. જોકે મોહમ્મદ શમીને પોતે આ વિષે કશું કહેવાનો ઇન્કાર કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભાજપ મોહમ્મદ શમીને પશ્ચિમ બંગાળની બશ્તર હાટ ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતારવા માગે છે. આ મત વિસ્તારમાં જ બહુચર્ચિત સંદેશખાલી ગામ આવેલું છે. અત્યારે આ બેઠક ઉપરથી તૃણમૂલનાં નુસરત જહાં સાંસદ છે.

મોહમ્મદ શમી પશ્ચિમ બંગાળ તરફથી દેશની કેટલીએ આંતરિક મેચો રમી ચૂક્યો છે. તેમના ભાઈ મોહમ્મદ કૈફ પ.બંગાળ તરફથી રણજી ટ્રોફીમાં રમે છે. આ વર્ષે જ રમાયેલી એક મેચમાં મોહમ્મદ કૈફે ઘણો સારો દેખાવ કર્યો હતો.

મોહમ્મદ શમી પશ્ચિમ બંગાળના જ હોવાથી ભાજપ તેને ત્યાંની ટિકીટ આપવા વિચારે છે. શમી ભાજપની ટિકીટ પર લડવા તૈયાર થાય તો મમતા બેનર્જીને સામે એક વધુ મજબૂત ચહેરો ભાજપને મળી જઈ શકે છે.

જોકે અત્યારે તો શમી ઇજાગ્રસ્ત છે. તેઓ લાંબા સમય સુધી ક્રિકેટ મેચથી દૂર રહ્યાં છે. તેઓ છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમ્યા હતાં. વર્લ્ડકપની તે મેચમાં મોહમ્મદ શમીએ ઘણો સારો દેખાવ કર્યો હતો અને સૌથી વધુ વિકેટો લીધી હતી તે સર્વવિદિત છે.


Google NewsGoogle News