Get The App

દિલ્હીની નવી સરકારમાં દેખાશે મિનિ ઈન્ડિયાની ઝલક! બે ડેપ્યુટી CM બનાવવાની તૈયારીમાં ભાજપ

Updated: Feb 13th, 2025


Google News
Google News
દિલ્હીની નવી સરકારમાં દેખાશે મિનિ ઈન્ડિયાની ઝલક! બે ડેપ્યુટી CM બનાવવાની તૈયારીમાં ભાજપ 1 - image


BJP Delhi: દિલ્હી ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કર્યા બાદ ભાજપ મુખ્યમંત્રી પસંદ કરવાના પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન પાર્ટી અન્ય રાજ્યોની જેમ દિલ્હીમાં પણ બે નાયબ મુખ્યમંત્રી બનાવવાનો ફોર્મ્યુલા અપનાવશે તેવી અટકળો પણ તેજ થઈ છે. રાજધાનીને 'મિની ભારત'ના રૂપે દર્શાવવા માટે નવી કેબિનેટમાં બે નાયબ મુખ્યમંત્રી સામેલ કરવાના વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં બનશે બે નાયબ મુખ્યમંત્રી? 

ભાજપના અમુક નેતાઓનું કહેવું છે કે, દિલ્હી સરકારમાં બે નાયબ મુખ્યમંત્રીના કારણે પાર્ટીને વિવિધ જાતિ, સમુદાય અને પ્રાદેશિક પૃષ્ઠભૂમિના ધારાસભ્યોને સમાવવામાં મદદ મળશે. બે નાયબ મુખ્યમંત્રી બનવાની સંભાવના વધારે છે. કારણકે, આવું અન્ય અનેક રાજ્યોમાં પણ કરવામાં આવ્યું છે, જ્યાં વિભિન્ન પૃષ્ઠભૂમિના નેતાઓનો સમાવેશ કરવા માટે બે નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે. ભાજપ શાસિત મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ આ જ નીતિ અપનાવવામાં આવી છે. 

આ પણ વાંચોઃ 150 કરોડમાં તૈયાર થયું RSSનું નવું કાર્યાલય: હોસ્પિટલ, અને લાઇબ્રેરી સહિત આ સુવિધાઓથી સજ્જ છે 'કેશવ કુંજ'

રવિવારે થશે ધારાસભ્ય દળની બેઠક? 

દિલ્હીના ભાજપ નેતાઓનું કહેવું છે કે, આ પ્રસ્તાવ પર રાષ્ટ્રીય નેતૃત્વ વિચાર કરી રહ્યું છે, જે તેના પર અંતિમ નિર્ણય લેશે. આ સિવાય મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓના નામ પર પણ અંતિમ નિર્ણય લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ બાદ દિલ્હીમાં સરકાર રચવાની પ્રક્રિયામાં તેજી આવવાની સંભાવના છે. ગૃહના નેતા પસંદ કરવા માટે ભાજપ ધારાસભ્ય દળની બેઠક રવિવારે યોજે તેવી સંભાવના છે. 

આ પણ વાંચોઃ દિલ્હીમાં કેમ થયો કારમો પરાજય? AAP એ આપ્યા ત્રણ મોટા કારણ, ભવિષ્ય માટે સેટ કર્યા ટાર્ગેટ

કોણ બનશે મુખ્યમંત્રી? 

મુખ્યમંત્રી પદના દાવેદારોમાં અનેક ભાજપ ધારાસભ્યના નામની ચર્ચા છે. તેમાં પરવેશ વર્માનું નામ સામેલ છે, જે નવી દિલ્હી બેઠકથી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને હરાવી ધારાસભ્ય બન્યા છે. આ સિવાય દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ વિજેન્દ્ર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય અને મનજિંદર સિંહ સિરસા, પવન શર્મા, આશીષ સૂદ, રેખા ગુપ્તા તેમજ શિખા રાય જેવા વરિષ્ઠ નેતા પણ મુખ્યમંત્રી પદની હોડમાં સામેલ છે. પાર્ટી નેતાઓએ કરનેલ સિંહ અને રાજકુમાર ભાટિયા જેવા અમુક નવનિર્મિત ધારાસભ્યોનું નામ પણ લીધા છે, જે મુખ્યમંત્રી પદ માટે સંભવિત દાવેદાર જણાવવામાં આવી રહ્યા છે. 


Tags :
BJPDelhi-CMDelhi-Politics

Google News
Google News