ભાજપ નેતાનો પ્રાઇવેટ વીડિયો થયો લીક, સસ્પેન્ડ થયા તો કહ્યું- મારી જ પત્ની છે

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ભાજપ નેતાનો પ્રાઇવેટ વીડિયો થયો લીક, સસ્પેન્ડ થયા તો કહ્યું- મારી જ પત્ની છે 1 - image


Image: Wikipedia 

BJP Leader Video Viral: રાજસ્થાનમાં ઉદયપુર લઘુમતી મોર્ચાના અધ્યક્ષ નત્થે ખાનને ભાજપે પદ પરથી હટાવી દીધાં છે. એક યુવતી સાથે નેતાનો વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ નત્થે ખાને વીડિયોમાં નજર આવી રહેલી મહિલાને પોતાની પત્ની ગણાવી છે. હાલ આ વીડિયોએ રાજકારણમાં હોબાળો મચાવી દીધો છે.

આ વીડિયો 9 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 10 વાગે કુરાબડ બંબોરા વિસ્તારના એક વ્હોટ્સએપ ગ્રૂપમાં નત્થે ખાનના મોબાઈલ નંબરથી જ શેર કરવામાં આવ્યો હતો. ગ્રૂપમાં જોડાયેલા લોકોએ આની જાણકારી તાત્કાલિક નત્થે ખાનને આપી પરંતુ ત્યાં સુધી ગ્રૂપના ઘણા મેમ્બર વીડિયોને ડાઉનલોડ કરીને શેર કરી ચૂક્યા હતાં. જોતજોતામાં વીડિયો વાયરલ થઈ ગયો.  

વીડિયો વાયરલ થયો હોવાની જાણકારી મળ્યા બાદ નત્થે ખાને એક નિવેદન જારી કરીને પોતાની સ્પષ્ટતા આપી છે. જેમાં તેમણે કહ્યું કે 'વીડિયોમાં હું મારી પત્ની સાથે વાતો કરી રહ્યો હતો આ મારું અંગત જીવન છે. સમાજસેવક હોવાના કારણે મારા ઘરે ઘણા લોકોની અવર-જવર થતી રહે છે. કોઈકે મોબાઈલમાંથી મારા વીડિયોને વાયરલ કરી દીધો. આ ખૂબ શરમજનક વાત છે અને આ અંગે તપાસ કરવામાં આવશે. મને બદનામ કરવા અને મારું રાજકીય જીવન ખતમ કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે. હું આ બધું કરનાર લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરીશ'

ઉલ્લેખનીય છે ભાજપમાં નત્થે ખાનની છબી કદાવર નેતા તરીકેની રહી છે. છેલ્લા 10 વર્ષમાં સતત ત્રીજી વખત ભાજપે નત્થે ખાનને લઘુમતી મોર્ચાના જિલ્લા અધ્યક્ષ પદની જવાબદારી સોંપી છે. રાજકારણમાં નત્થે ખાનના પરિવારનો પણ ખૂબ દબદબો રહ્યો છે. વર્ષ 2015માં ભાજપની ટિકિટ પર તેમના પુત્રવધૂ આસમાં ખાન કુરાબડથી પંચાયત સમિતિના સભ્ય બની ચૂક્યા છે. જે બાદ ગ્રામ પ્રધાન પણ રહ્યાં. 

જોકે, વીડિયો વાયરલ થયા બાદ નત્થે ખાનને તેમના પદ પરથી હટાવી દેવાયા છે.


Google NewsGoogle News