કાનપુર ઝૂંપડી હટાવવા ગયેલા ભાજપના નેતાને મહિલાઓએ માર્યા : કપડાં ફાડી નાખ્યાં : FIR કરાઈ છે

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
કાનપુર ઝૂંપડી હટાવવા ગયેલા ભાજપના નેતાને મહિલાઓએ માર્યા : કપડાં ફાડી નાખ્યાં : FIR કરાઈ છે 1 - image


- ભાજપ યુવા મોર્ચાના ''મંડળ-અધ્યક્ષ'' રાજકીશોર સાહુ તેમની જમીન પરથી ઝૂંપડા હટાવવા કહેવા ગયા હતા.

કાનપુર : કાનપુરમાં એક મહિલાની ઝૂંપડી હટાવવા ગયેલ ભાજપા-યુવા-મોર્ચાના મંડળ-અધ્યક્ષની મહીલાઓ અને તેની સાથેના લોકોએ બરોબરની પીટાઈ કરી નાખી હતી, અને મારતાં-મારતાં તેમનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. જેનો વિડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થઈ ગયો છે. તે માટે ભાજપાના નેતાએ એફ.આઈ.આર. પણ દાખલ કરી છે. તો તેમની સામે એક મહિલાયે છેડતી નો આક્ષેપ પણ પોલીસ થાણામાં નોંધાવ્યો છે. 

આ મામલામાં પોલીસનું કહેવું છે કે મહીલા અને તેમના કુટુંમ્બીઓએ યુવક (ભાજપાના નેતા) ની ધોલાઈ કરી તેમનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. તે માટે એફ.આઈ.આર. નોંધવામાં આવી છે, હવે તપાસ ચાલે છે.

આ ઘટના કાનપુરના નર્વલ વિસ્તારની છે. ત્યાંનાં ભગુઆપુર ગામમાં ભાજપાના યુવા મોર્ચાના મંડળ અધ્યક્ષ રાજકીશોર સાહુ કેટલાક લોકોને લઈને તે મહિલાની ઝૂંપડી દેખાડવા ગયા હતા. તેમણે ત્યાં એક જમીનનો સોદો કર્યો હતો. તેને સ્પર્શીને એક મહિલાની ઝૂંપડી હતી, જે દૂર કરવા તેવો કહેવા ગયા હતા.

તે દરમિયાન તે મહિલા અને તેનાં કુટુમ્બીજનોએ રાજકીશોરને પકડી લીધો અને મારવાનું જ શરૂ કરી દીધું. આ મારપીટમાં તેનાં કપડાં ફાટી ગયાં. તેઓ અર્ધ-નગ્ન થઈ ગયા. મહિલાઓ કેટલાક લોકોને વીડીયો બનાવવા કહેતી હતી. આ વિડીયો સોશ્યલ મીડીયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.


Google NewsGoogle News