Get The App

ભાજપ નેતાએ અર્ધનગ્ન થઈ ખુદને ચાબુક મારી, 48 દિવસ કરશે ઉપવાસ, વર્તમાન CMને હટાવવા રાખી માનતા

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
ભાજપ નેતાએ અર્ધનગ્ન થઈ ખુદને ચાબુક મારી, 48 દિવસ કરશે ઉપવાસ, વર્તમાન CMને હટાવવા રાખી માનતા 1 - image


Anna University: તમિલનાડુમાં અન્ના યુનિવર્સિટીની એક વિદ્યાર્થિની સાથે થયેલાં કથિત યૌન ઉત્પીડનનો મામલો ગરમાઈ રહ્યો છે. આ ઘટનાએ રાજ્યની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. ભાજપ અને અન્નાદ્રમુકે (AIADMK) આ મુદ્દે ગુરૂવારે (26 ડિસેમ્બર) વિરોધ પ્રદર્શન કર્યું. ભાજપે આરોપ લગાવ્યો કે, આરોપી દ્રવિડ મુનેત્ર કષગમ (દ્રમુક)નો પદાધિકારી છે. જોકે, સત્તાધારી પાર્ટી દ્રમુકે (DMK) આ આરોપોને નકારી દીધા છે.

ભાજપની તમિલનાડુ એકમના પ્રમુખ કે. અન્નામલાઈના આરોપીની દ્રમુક નેતાઓ સાથે તસવીરો જોતા આરોપ લગાવવામાં આવ્યો કે, આરોપી સત્તાધારી પાર્ટીની વિદ્યાર્થી શાખાનો પદાધિકારી છે. તેઓએ દાવો કર્યો કે, આરોપીએ પાર્ટી સાથે જોડાયેલા હોવાના કારણે ગુનાને અંજામ આપ્યો અને પોલીસે તેના પર કાર્યવાહી નથી કરી. વિરોધ પ્રદર્શન વધુ પ્રભાવી બનાવવા માટે અન્નામલાઈએ એલાન કર્યું કે, તે શુક્રવારે પોતાના આવાસની બહાર પોતાને છ વાર ચાબુક મારશે. તેઓએ કહ્યું કે, જ્યાં સુધી DMK સરકાર સત્તામાં છે તે ચંપલ નહીં પહેરે અને ખુલ્લા પગે જ રહેશે. ત્યારબાદ ભાજપ તમિલનાડુ અધ્યક્ષ કે. અન્નામલાઈએ શુક્રવારે (27 ડિસેમ્બર) કોયંબટૂરમાં પોતાના આવાસની બહાર પોતાને ચાબુક મારીને પોલીસ અને રાજ્ય સરકારની ઉદાસીનતાનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ ભારત પાસે માત્ર 15 દિવસનું ફોરેક્સ રિઝર્વ બચ્યું હતું અને મનમોહન સિંહે ઐતિહાસિક બજેટ રજૂ કરી અર્થતંત્ર બચાવ્યું

અન્નાદ્રમુકના નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા

આ મામલે વિરોધ કરી રહેલાં અન્નાદ્રમુકે સીનિયર નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ભાજપના સીનિયર નેતા અને પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને પણ પોલીસની કાર્યવાહીની નિંદા કરતા કહ્યું કે, યૌન અપરાધ વધી રહ્યા છે અને સરકાર તેમજ પોલીસ નિષ્ક્રિય બની ગઈ છે. સુંદરરાજને ભાર દઈને કહ્યું કે, તેઓને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે અને સરકારને આ મામલે કડક પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચોઃ મનમોહન સિંહ જ એવા એકમાત્ર વડાપ્રધાન છે જેમના ચલણી નોટ પર છે હસ્તાક્ષર, જાણો કારણ

તમિલનાડુમાં રાજકારણ ગરમાયું

આ મુદ્દો ફક્ત કાયદો અને વ્યવસ્થાનો જ નહીં, પરંતુ રાજકીય રૂપે પણ સંવેદનશીલ થઈ ગયો છે. ભાજપે તેને દ્રમુક સરકારની સામે મોટા વિરોધનો આધાર બનાવ્યો છે. વળી, દ્રમુકે ભાજપના આરોપોને ખોટા જણાવતા કહ્યું કે, વિપક્ષ તેને રાજકીય લાભ માટે ઉછાળી રહ્યો છે. તમિલનાડુમાં આ મામલે રાજકીય તાપમાન ગરમાયું છે.


Google NewsGoogle News