Get The App

મહારાષ્ટ્ર: ભાજપ નેતા વિનોદ તાવડે પર 5 કરોડ વહેંચવાનો આરોપ, વિપક્ષ ચૂંટણી પંચ સામે આક્રમક

Updated: Nov 19th, 2024


Google News
Google News
મહારાષ્ટ્ર: ભાજપ નેતા વિનોદ તાવડે પર 5 કરોડ વહેંચવાનો આરોપ, વિપક્ષ ચૂંટણી પંચ સામે આક્રમક 1 - image


Maharashtra Election: મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહા સચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આરોપ લાગ્યો છે. તાવડેને મુંબઈની હોટેલમાં વિપક્ષી પાર્ટી બહુજન વિકાસ અઘાડીના કાર્યકર્તાઓને વિનોદ તાવડેને રૂ. પાંચ કરોડની રોકડ ભરેલી બેગ સાથે ઘેરી હોવાનું કહેવાય છે. આ કાર્યકરોનો આરોપ છે કે, તાવડે 5 કરોડ રૂપિયા લઈને ત્યાં વહેંચવા આવ્યા હતાં. જો કે, તાવડેએ આ આરોપોને નકારી દીધા છે. 

આ દરમિયાન મુંબઈની વિવાન્તા હોટલ સીલ કરીને તપાસ હાથ ધરાઈ છે. જણાવી દઈએ કે, આ વિસ્તારમાં BVAની સ્થિતિ ઘણી મજબૂત માનવામાં આવે છે. BVA કાર્યકરોનો આરોપ છે કે તાવડે મતદાન માટે રોકડ વહેંચવા જ આવ્યા હતા. આ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ પણ હોટલ પર પહોંચી ગયા હતા, તો અન્ય વિપક્ષના કાર્યકરો પણ વિવાન્તા હોટલ ખાતે જમા ભેગા થઈ ગયા હતા. 

આ પણ વાંચોઃ મુંબઈમાં દબાણ કરી લેશે ગુજરાતીઓ, આ ચૂંટણી મહારાષ્ટ્ર બચાવવાની લડત: સંજય રાઉતના નિવેદન પર વિવાદ નક્કી

દીકરા સાથે હોટલ પહોંચ્યા હિતેન્દ્ર ઠાકુર

આ હોબાળા વચ્ચે બહુજન વિકાસ આઘાડીના વડા હિતેન્દ્ર ઠાકુર પોતાના દીકરા ક્ષિતિજ ઠાકુર સાથે હોટલ, પહોંચ્યા હતા. હિતેન્દ્ર ઠાકુરનો આરોપ છે કે, વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા. તેમની પાસેથી બે ડાયરીઓ મળી આવી છે.  જણાવી દઈએ કે હિતેન્દ્ર અને તેમના પુત્ર બંને વસઈ અને નાલાસોપારાથી ધારાસભ્ય છે. આ વખતે ક્ષિતિજ ઠાકુર ફરીથી નાલાસોપારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

તાવડેએ કર્યો બચાવ

તાવડેએ પોતાના બચાવમાં કહ્યું કે, હું બુથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો. હું મારા કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા બેઠકમાં આવ્યો હતો. આ દરમિયાન વિપક્ષના કાર્યકરોને લાગ્યું કે પૈસાની વહેંચણી થઈ રહી છે. હું 40 વર્ષથી પાર્ટીમાં છું. સત્ય બધા જાણે છે, પરંતુ તેમ છતાં ચૂંટણી પંચ અને પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. હોટલના સીસીટીવી ફૂટેજ પણ છે. તેની તપાસ કરો, બધું સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પ્રચારના પડઘમ શાંત, આવતીકાલે થશે મતદાન

પુરાવા હોય તો ચૂંટણી પંચ પાસે જાઓ: અમિત માલવિયા

આ ઘટના પર ભાજપ IT સેલનાસ પ્રમુખ અમિત માલવિયાનું નિવેદન સામે આવ્યું છે. માલવિયાએ કહ્યું કે, જો વિપક્ષ પાસે કોઈ પુરાવા હોય, તો ચૂંટણી પંચ પાસે જવું જોઈએ. ચૂંટણીના 24 કલાક પહેલાં નેતા પોતાનું બુથ મેનેજમેન્ટ જુએ છે. આવા ડ્રામા હારનારા નેતાઓ કરે છે, જે હાલ નાલાસોપારામાં થઈ રહ્યો છે. આ હોટલમાં સંગઠનની બેઠક ચાલતી હતી. 

ED ઓફિસરોએ મારી બેગ ચેક કરીઃ ઉદ્ધવ

આ તમામ હોબાળા વચ્ચે શિવસેના (યુબીટી) વડા ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન સામે આવ્યું છે. ઠાકરેએ કહ્યું, હું જ્યારે માતા તુલજા ભવાનીના દર્શન માટે આવી રહ્યો હતો, ત્યારે મારો બેગ ચૂંટણી પંચના અધિકારીઓએ ચેક કરી. જો કે તેમને કંઈ મળ્યું નહીં. હવે ખબર પડી રહી છે કે, તાવડેની બેગમાંથી પૈસા મળી રહ્યા છે. કાલે પણ અનિલ દેશમુખ પર જે પ્રકારે હુમલો થયો, તેના પથ્થર ક્યાંથી આવ્યા તેની તપાસ કરવી જોઈતી હતી. હું માતા તુલજા ભવાનીને પ્રાર્થના કરૂં છું કે, આ ભ્રષ્ટ સરકારને રાજ્યમાંથી ખતમ કરવામાં આવે. 

Tags :
Maharashtra-ElectionMaharashtra

Google News
Google News