Get The App

અનોખો સંકલ્પ: રાજસ્થાનમાં ચૂંટણી દરમિયાન ઉઘાડા પગે કર્યો પ્રચાર અને સરકાર બન્યા બાદ પહેર્યા ચપ્પલ, BJPના આ નેતા ચર્ચામાં

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
અનોખો સંકલ્પ: રાજસ્થાનમાં ચૂંટણી દરમિયાન ઉઘાડા પગે કર્યો પ્રચાર અને સરકાર બન્યા બાદ પહેર્યા ચપ્પલ, BJPના આ નેતા ચર્ચામાં 1 - image


Image Source: Twitter

- ઉપેન પોતે ચૂંટણી હારી ગયો પરંતુ તેમનો સંકલ્પ પૂરો થઈ ગયો

નવી દિલ્હી, તા. 13 ડિસેમ્બર 2023, બુધવાર

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ શાનદાર વાપસી કરી છે. બીજેપીએ 115 બેઠકો પર જીત મેળવી તમામ અનુમાનોને નકારી કાઢ્યા છે. બીજેપીની વાપસીની સાથે જ પાંચ વર્ષ બાદ ગેહલોત સરકારની વિદાય થઈ ગઈ છે. બીજી તરફ રાજસ્થાનમાં બીજેપીની જીત સાથે જ પારટીના એક ઉમેદવારનો સંકલ્પ પબરો થઈ ગયો છે.

બીજેપીની ટિકીટ પર શાહપુરાથી ચૂંટણી લડનાર ઉપેન યાદવે એક સંકલ્પ લીધો હતો. તેમણે સંકલ્પ લીધો હતો કે, રાજસ્થાનમાં બીજેપીની સરકાર બન્યા બાદ જ તે ચપ્પલ પહેરેશે. જોકે, ઉપેન પોતે ચૂંટણી હારી ગયો પરંતુ તેમનો સંકલ્પ પૂરો થઈ ગયો. ઉપેન શાહપુરા ત્રીજા નંબર પર રહ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મનીષ યાદવની જીત થઈ હતી. બીજા નંબર પર અપક્ષ ઉમેદવાર આલોક બેનીવાલ રહ્યા હતા. ઉપેનને કુલ 11,233 વોટ મળ્યા હતા.

ઉપેન યાદવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પણ કરી છે. આ પોસ્ટમાં તેઓ ચપ્પલ પહેરતા નજર આવી રહ્યા છે. ઉપેને લખ્યું કે 6 નવેમ્બરે ઉમેદવારી નોંધાવ્યા બાદ મેં સંકલ્પ લીધો હતો કે, જ્યાં સુધી બીજેપીની સરકાર નહીં બને ત્યાં સુધી હું જૂતા-ચપ્પલ નહીં પહેરીશ. ઉપેને આગળ લખ્યું કે, આજે મુખ્યમંત્રી ભજનલાલ શર્માની ઘોષણાની સાથે જ ભાજપની સરકાર બન્યા બાદ મારો સંકલ્પ પૂરો થઈ ગયો છે. 

કોણ છે ઉપેન યાદવ?

ઉપેન રાજસ્થાન બેરોજગાર એકીકૃત મહાસંઘના અધ્યક્ષ છે. ઘણા વર્ષોથી તેઓ બેરોજગારો માટે સરકારો સાથે લડાઈ લડતા રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ તેમને ઉમેદવાર જાહેર કર્યા હતા. ઉપને રાજસ્થાન ઉપરાંત દિલ્હી અને યુપી સહિત કેટલાક અન્ય રાજ્યોમાં પણ પ્રદર્શન કર્યું છે. 

વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 115 બેઠકો પર જીત પ્રાપ્ત કરી હતી અને કોંગ્રેસે 69 બેઠકો પર જીત મેળવી હતી. 


Google NewsGoogle News