કંગના મુદ્દે ભાજપમાં દિગ્ગજ નેતા ગુસ્સે, કહ્યું - PM મોદીના સારા કામને બગાડી રહી છે...

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
કંગના મુદ્દે ભાજપમાં દિગ્ગજ નેતા ગુસ્સે, કહ્યું - PM મોદીના સારા કામને બગાડી રહી છે... 1 - image


Punjab BJP Leader Slams Kangana Ranaut : પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી ભાજપ સાંસદ કંગના રણૌત પર ભાજપના જ નેતા જયવીર શેરગિલે પ્રહાર કર્યા છે. શેરગિલે કહ્યું કે, કંગનાના નિવેદનોના કારણે પંજાબમાં વડાપ્રધાન મોદી દ્વારા સારા કામ કરવામાં આવ્યા છતાં પંજાબમાં પાર્ટીને નુકસાન થયું છે. 

કંગનાના પાયાવિહોણા નિવેદન પાર્ટી માટે હાનિકારક

ભાજપ નેતા જયવીર શેરગિલે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે, 'એક પંજાબીના રૂપે મારે કહેવું પડે છે કે, કંગના રણૌતના પંજાબ અને શીખ સમુદાયના ખેડૂતોની સામે સતત, નિરાધાર અને પાયાવિહોણા નિવેદનો પંજાબ અને પંજાબીઓના કલ્યાણ માટે વડાપ્રધાન દ્વારા કરાયેલા અને કરવામાં આવી રહેલાં તમામ કામો પર હાનિકારક પ્રભાવ પાડે છે.'

ભાજપ નેતાએ કંગના રણૌતની ટીકા કરતાં કહ્યું કે, 'તેમાં શંકાને કોઈ સ્થાન નથી કે, વડાપ્રધાન મોદીનું પંજાબ, પંજાબના ખેડૂતો અને પંજાબીઓ સાથે અતૂટ અને અટલ સંબંધ છે. વડાપ્રધાનના ખેડૂતો અને પંજાબની સાથે સંબંધોનું મૂલ્યાંકન એક સાંસદના ગેરજવાબદાર નિવેદનોના આધારે ન કરી શકાય અને કરવું પણ ન જોઈએ. કંગના રણૌતની ટિપ્પણીથી પાર્ટીને દૂર કરી દેવા માટે હું ભાજપનો આભારી છું.'

આ પણ વાંચોઃ કંગના કૃષિ કાયદાની માગ કરી ફસાઇ, અંતે માફી માગી

કંગનાનું કૃષિ કાયદા પર નિવેદન

થોડા દિવસો પેહલાં ભાજપ સાંસદ કંગના રણૌતે કહ્યું હતું કે, 'સરકાર દ્વારા પાછાં લેવાયેલા ત્રણ કૃષિ કાયદાને ફરી પાછા લાવવા જોઈએ.' કંગનાના આ નિવેદન પર પંજાબના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. આ સિવાય, કંગનાની અપકમિંગ ફિલ્મ 'ઈમરજન્સી' ને લઈને પણ જોરદાર વિવાદ થયો હતો. 


Google NewsGoogle News