ભાજપ નેતા શાહનવાજ હુસૈનને આવ્યો હાર્ટએટેક, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ
શાહનવાજ હુસૈન ધારાસભ્ય અને મુંબઈના ભાજપ અધ્યક્ષ આશીષ શેલારના ઘરે હતા
શેલારના ઘરે જ હુસૈનની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, હાલ હુસૈનની હાલત સ્થિર
Image - iansnews |
મુંબઈ, તા.26 સપ્ટેમ્બર-2023, મંગળવાર
ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાજ હુસૈન (Shahnawaz Hussain)ને હાર્ટ એટેક આવ્યો છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલ (Mumbai Lilavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહ્યું છે. હુસૈનનું બીપી હાઈ થઈ ગયું હતું. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તેમની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ એન્જિયોગ્રાફી કરાતા બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે અને એક સ્ટેન લગાવાયું છે.
શાનવાજ હુસૈન ICUમાં દાખલ
શાહનવાજ હુસૈન આજે આઈસીયુમાં દાખલ છે અને તેમની સ્થિતિ સ્થિર છે. ત્યારબાદ તેમને પ્રાઈવેટ વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હોસ્પિટલે જણાવ્યું કે, શાહનવાજ હુસૈનને હાર્ટ એટેક આવતા દાખલ કરવામાં આવ્યા છે. તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
મુંબઈમાં હતા શાહનવાજ
વાસ્તવમાં શાહનવાજ હુસૈન મુંબઈમાં હતા. તેઓ ધારાસભ્ય અને મુંબઈના ભાજપ અધ્યક્ષ આશીષ શેલારના ઘરે હતા. અહીં જ તેમને શારીરિક સમસ્યા થવા લાગતા તુરંત આશીષ શેલારને જણાવ્યું. શેલાર તેમને તુરંત લીલાવતી હોસ્પિટલ લઈ ગયા અને તાપાસ કરાવી... હાલ તેમની હાલ સ્થિર હોવાનું કહેવાય છે.