સમાજની ભલાઈ માટે 'ધોલાઈ' જરૂરી..' એન્કાઉન્ટર વિવાદ પર આ શું બોલી ગયા ભાજપ નેતા?
Image Source: Twitter
Mukhtar Abbas Naqvi On Encounter: એન્કાઉન્ટર પોલિટિક્સ પર ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'રાષ્ટ્રહિત માટે ઉપદ્રવીઓની ધોલાઈ જરૂરી છે.' તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે, સમાજની વ્યાપક ભલાઈ માટે ધોલાઈ જરૂરી છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર એન્કાઉન્ટરનો મુદ્દો ગરમાયો છે. હકીકતમાં બહરાઈચ કેસમાં એન્કાઉન્ટરમાં ઘાયલ આરોપીઓને લઈને વિવાદ ઉભો થયો છે.
એન્કાઉન્ટર પર નકવીનું નિવેદન
સપા પ્રમુખ અખિલેશ યાદવ અને AIMIM ચીફ આને મોટો મુદ્દો બનાવતા રાજ્યની યોગી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમના દ્વારા એવો તર્ક આપવામાં આવી રહ્યો છે કે, ન્યાય પ્રક્રિયાને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. પરંતુ આ વિવાદ વચ્ચે જ પૂર્વ મંત્રી નકવીએ રાજ્ય સરકારનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. તેમણે ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની હિમાયત કરી છે. તેમણે કહ્યું કે, સુરક્ષા-સૌહાર્દથી યુક્ત કોઈ પણ સમાજ માટે જરૂરી છે અને તે રાજ્ય સરકારની પણ જવાબદારી છે.
આ પણ વાંચો: બહરાઈચ હિંસાઃ પાંચ આરોપીની ધરપકડ, બેને વાગી ગોળી, નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા
થોડા દિવસો પહેલા બહરાઈચમાં હિંસા ભડકી ઉઠી હતી. દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન ચોક્કસ સમુદાય દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી અને ગોળીબાર પણ જોવા મળ્યો હતો. આ જ ગોળીબારમાં રામગોપાલ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ ગયુ હતું. તેના શરીર પર અન્ય ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. ત્યારબાદથી જ યુપીની કાયદો અને વ્યવસ્થા સવાલના ઘેરામાં છે અને આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે.
યોગી રાજમાં વધુ એનકાઉન્ટર?
ત્યારબાદ પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી હતી અને એન્કાઉન્ટરમાં બેને ઘાયલ પણ કર્યા હતા. તેમના એન્કાઉન્ટર બાદ જ એવી ચર્ચા શરૂ થઈ છે કે યોગી રાજમાં એન્કાઉન્ટરની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. એ અલગ વાત છે કે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મુલાયમ સિંહ સરકાર દરમિયાન સૌથી વધુ એન્કાઉન્ટર થયા હતા. બીજા નંબર પર માયાવતીનો કાર્યકાળ આવે છે અને ત્રીજા નંબર પર વર્તમાન સરકાર આવે છે.