MPમાં આજથી 'મોહન રાજ', 19માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, PM સહિત અનેક નેતા રહ્યા હાજર
જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
રાજ્યપાલ મંગુભાઈ પટેલે તમામને શપથ લેવડાવ્યા
Madhya Pradesh New CM : મધ્યપ્રદેશને નવા મુખ્યમંત્રી મળ્યા છે. મોહન યાદવે આજે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે અને તેમની સાથે જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.
રાજ્યપાલે ગોપનીયતાના શપથ લેવડાવ્યા
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે આજે સીએમ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે. તેઓ મધ્યપ્રદેશના 19મા મુખ્યમંત્રી બન્યા છે. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે તમામને શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, જેપી નડ્ડા ઉપરાંત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
કેબિનેટે હજુ નિર્ણય લીધો નથી
મુખ્યમંત્રી મોહન યાદવની સાથે માત્ર બે ડેપ્યુટી સીએમએ શપથ લીધા છે. બાકીની કેબિનેટ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ જ કારણ છે કે આજે અન્ય અન્ય કોઈ ધારાસભ્યએ મંત્રી તરીકે શપથ લીધા ન હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં કેબિનેટમાં ફેરબદલ થઈ શકે છે.
મોહન યાદવ શિવરાજ સિંહની સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી હતા
મધ્યપ્રદેશના નવા સીએમ મોહન યાદવ આ પહેલા શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં મંત્રી પદ સંભાળી ચુક્યા છે. ત્યારબાદ તેમની પાસે ઉચ્ચ શિક્ષણ મંત્રીની જવાબદારી હતી. આ સિવાય તેમણે પ્રવાસન માટે પણ થોડું કામ કર્યું હતું.