Get The App

'રાહુલ ગાંધી 2025માં સીરિયસ થઈ જાય, દેશને તેમની જરૂર', બોલ્યા બ્રિજભૂષણ શરણ સિંહ

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
'રાહુલ ગાંધી 2025માં સીરિયસ થઈ જાય, દેશને તેમની જરૂર', બોલ્યા બ્રિજભૂષણ શરણ સિંહ 1 - image


Brij Bhushan Sharan Singh On Rahul Gandhi:  ઉત્તર પ્રદેશના ગોંડાથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સિંહે કહ્યું છે કે તેમણે રાજકારણમાં સક્રિય રહેવું જોઈએ. આ ઉપરાંત સિંહે પૂર્વ પીએમ મનમોહન સિંહની સમાધિ પર થઈ રહેલી રાજનીતિ પર પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'વિપક્ષ અને રાહુલ ગાંધીનું રાજકારણમાં સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે, તેઓએ એવા મુદ્દા ઉઠાવવા જોઈએ જેનાથી જનતાને ફાયદો થાય.'

મનમોહન સિંહના સ્મારક પર રાજનીતિ ન કરવી જોઈએ

પૂર્વ વડાપ્રધાન દિવંગત ડૉ. મનમોહન સિંહના સ્મારક વિવાદ પર ભાજપના નેતાએ કહ્યું કે, 'તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને જ્યારે સરકાર તેની મંજૂરી આપી છે અથવા વડા પ્રધાનનું વજન પોતે જ એક મંજૂરી છે અને ગૃહમંત્રીએ પણ મંજૂરી આપી દીધી છે તો પછી આ લોકોએ રાજનીતિ ન કરવી જોઈએ. અને હું સતત જોઈ રહ્યો છું કે રાહુલ ગાંધી કે કોંગ્રેસ એવા મુદ્દા ઉઠાવી રહ્યા છે જેની જનતાને કોઈ ચિંતા નથી. તેમણે જનતાને લગતા મુદ્દા ઉઠાવવા જોઈએ.

આ પણ વાંચો: ભારતને મોટી સફળતા, 26/11 મુંબઈ હુમલામાં સામેલ તહવ્વુર રાણાને સોંપવા અમેરિકા તૈયાર

દેશને તેમની જરૂર છે

ભાજપના નેતાએ પૂછ્યું કે, 'શું તમને યાદ નથી કે તમે નરસિમ્હરાવનું કેટલું અપમાન કર્યું હતું? તમે ઈચ્છતા હતા કે તમારા પરિવાર સિવાય દિલ્હીમાં કોઈની સમાધિ ન બને. આવી હરકતો બંધ કરી દો. તેમણે આગળ કહ્યું કે, ભગવાન કરે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી 2025માં થોડા ગંભીર બની જાય કારણ કે દેશને તેમની જરૂર છે.'

તેમણે કહ્યું કે જ્યારે સરકારે તેને પહેલા જ મંજૂરી આપી દીધી છે અથવા જ્યારે વડા પ્રધાન અને ગૃહ મંત્રીએ પોતાનું વચન આપ્યું છે અને તેને મંજૂરી આપી છે, ત્યારે આ લોકોને બીજુ શું જોઈએ છે? ત્યારબાદ તેમણે રાજકારણ બંધ કરી દેવું જોઈએ. તમને જણાવી દઈએ કે ડૉ.મનમોહન સિંહનું ગત મહિને દિલ્હીની AIIMSમાં નિધન થઈ ગયુ હતું. 


Google NewsGoogle News