ફોટો પડાવવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ભાજપ કાર્યકર્તાને મારી લાત, વીડિયો વાઇરલ થતાં રોષે ભરાયા લોકો
Former Union Minister kicks BJP worker for taking photo : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાવ સાહેબ દાનવે પાટિલ સાથે જોડાયેલી એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. પાટીલે પાર્ટીના એક કાર્યકરને લાત મારી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. પાટીલે એક કાર્યકરને પોતાની ફોટો ફ્રેમમાંથી દૂર રાખવા માટે લાત મારી આઘો કર્યો હતો. વીડિયોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લાત મારતા દેખાઈ રહ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે બની હોવાનું કહેવાય છે. હકીકતમાં દાનવે પાટીલ જાલના વિધાનસભા સીટ પરથી મહાયુતિના ઉમેદવાર અર્જુન ખોટકરને મળવા ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. કાર્યકર્તાનું નામ શેખ હમદ હોવાનું જાણવા મળ્યું છે.
કોણ છે રાવ સાહેબ દાનવે પાટીલ?
રાવસાહેબનો જન્મ 18 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જાલનામાં થયો હતો. તેમણે J.E.S. કોલેજ, જાલના, મહારાષ્ટ્રથી ડિગ્રી મેળવી છે. તેમની રાજકીય કારકિર્દીમાં તેઓ સરપંચ, સાંસદ અને પછીમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. તેમણે ભાજપ સંગઠનમાં પણ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી હતી. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્ર ભાજપના મહાસચિવ અને બે વખત ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ ગ્રામીણ ક્ષેત્રે જોડાયેલા નેતા તરીકે જાણીતા છે.
આ પણ વાંચો : ભાજપના સમર્થનમાં છે ઉદ્ધવ ઠાકરે: દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રમાં ખળભળાટ
રાવ સાહેબ હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 BJP મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ છે. ત્યારે આવી સ્થિતિમાં, તેઓ મહારાષ્ટ્રમાં ભાજપના સ્ટાર પ્રચારકોમાંના એક છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં પહોંચીને ભાજપ અને મહાયુતિના ઉમેદવારો માટે સમર્થન એકત્ર કરી રહ્યા છે. જેમાં પાટીલ જાલના સીટ પર પહોંચ્યા હતા, પરંતુ અહીં તેમણે કાર્યકર્તાને લાત મારી હતી.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાનાર છે અને 23 નવેમ્બરે મતગણતરી કરવામાં આવનાર છે. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેમાંથી બહુમત માટે 145 બેઠકો જરૂરી છે. 2019ની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, NCPને 54, કોંગ્રેસને 44 અને અન્યને 29 બેઠકો મેળવી હતી.