ભાજપ લોકતંત્રની હત્યા કરવા તત્પર છે, મહારાષ્ટ્રમાં 100-100 કરોડમાં ખરીદ્યા MLA : હરિશ રાવત
- ભાજપ ઈન્કમટેક્ષ, CBI, ED જેવી બંધારણીય સંસ્થાઓના બળે વિપક્ષી નેતાઓને ધમકાવી રહી છે.
મુંબઈ, તા. 30 જૂન 2022, ગુરૂવાર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે અને ધારાસભ્યોના બળવાખોર થવા અંગે ભતપૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે બીજેપી ઉપર મોટો પ્રહાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે બીજેપીએ સો-સો કરોડ રૂપિયામાં ધારાસભ્યોને ખરીદ્યા છે. મહારાષ્ટ્રમાંથી જ આવા સમાચારો આવી રહ્યા છે, જે ભારતીય રાજનીતિને શરમાવે તેવા છે.
ઉત્તરા ખંડના ભૂતપૂર્વ સીએમ અને NCPના નેતા હરિશ રાવતે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે ભાજપ ઈન્કમટેક્ષ, CBI, ED જેવી બંધારણીય સંસ્થાઓના બળે વિપક્ષી નેતાઓને ધમકાવવાનું કામ કરી છે. ભાજપ જોડ-તોડની નીતિ અપનાવીને ધારાસભ્યોને ખરીદીને પોતાના ઉદ્દેશો સિદ્ધ કરી રહી છે. તે લોકતંત્રની હત્યા કરવા તત્પર છે. દેશ તેના આ પ્રકારના ચક્રવ્યુહને સમજી રહ્યો છે.
હરીશ રાવતે જણાવ્યુ હતું કે બધાને સમજાય છે કે મહારાષ્ટ્રના રાજકીય ઘટનાક્રમ પાછળ કોનો હાથ છે. ભાજપના કેટલાક એજન્ટોએ ઉદ્ધવ સરકારને પાડી દેવા માટે ષડયંત્ર રચ્યું છે. આવનારા દિવસોમાં તેમની પોલ ખૂલી જશે.