Get The App

મહિલાઓને દર મહિને રૂ.2500, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં; દિલ્હીની ચૂંટણી માટે ભાજપના વાયદા

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
BJP Manifesto Delhi Assembly Elections


BJP Manifesto Delhi Assembly Elections: ભારતીય જનતા પાર્ટી(BJP)એ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેના મેનિફેસ્ટોનો પહેલો ભાગ બહાર પાડ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ સંકલ્પથી સિદ્ધિ તરફ જવાનો છે અને વચનો પાળવાનો તેમનો રૅકોર્ડ 99.9 ટકા છે. નડ્ડાએ એમ પણ કહ્યું કે આ સંકલ્પ એક વિકસિત દિલ્હીનો પાયો નાખવાનો ઠરાવ છે અને દિલ્હીની તમામ યોજનાઓ ચાલુ રહેશે. તેમજ ઝૂંપડપટ્ટીના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું વચન પણ આપવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોના આ રહી મુખ્ય બાબત 

- ભાજપે દિલ્હીમાં મહિલાઓ માટે 'મહિલા સમૃદ્ધિ યોજના' હેઠળ 2,500 રૂપિયાની માસિક સહાયની જાહેરાત કરી છે.

- ભાજપ દિલ્હીના ગરીબ વર્ગની મહિલાઓને 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપશે. તેમજ હોળી અને દિવાળી પર એક-એક સિલિન્ડર મફત આપવામાં આવશે.

- જો ભાજપ સત્તામાં આવશે તો પહેલી કેબિનેટ બેઠકમાં દિલ્હીમાં 'આયુષ્માન ભારત' લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયાનું વધારાનું હેલ્થ કવર પણ આપશે. તેમજ રાજ્ય સરકાર વધારાના રૂ. 5 લાખનું હેલ્થ કવર આપશે. 

- વરિષ્ઠ નાગરિકોને રૂ. 10 લાખ સુધી મફત સારવાર આપવામાં આવશે, તેમજ મફત OPD તબીબી અને નિદાન સેવાઓ પણ આપવામાં આવશે.

- વરિષ્ઠ નાગરિકોનું પેન્શન દર મહિને રૂ. 2000થી વધારીને રૂ. 2500 અને 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ, નિરાધાર અને ત્યજી દેવાયેલી સ્ત્રીઓનું પેન્શન રૂ. 2500થી વધારીને રૂ. 3000 પ્રતિ માસ કરવામાં આવશે.

- જે. જે. ક્લસ્ટરોમાં અટલ કેન્ટીનની સ્થાપના કરીને, માત્ર રૂ. 5માં પૌષ્ટિક ખોરાકની સુવિધા આપવામાં આવશે.

- જો દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો વર્તમાન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે, આ યોજનાઓને વધુ અસરકારક અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવામાં આવશે.

કોંગ્રેસે કર્યા છે આ પાંચ વાયદા 

કોંગ્રેસે પણ દિલ્હી ચૂંટણી માટે પાંચ ગેરંટી આપી છે. કોંગ્રેસે મોંઘવારી રાહત યોજના હેઠળ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, મફત રાશન કીટ અને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. તેમજ પ્યારી દીદી યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, જીવન રક્ષા યોજના હેઠળ 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર, યુવા ઉડાન યોજના હેઠળ 8500 રૂપિયા માસિક અને એક વર્ષની એપ્રેન્ટિસશીપ આપવાનું વચન પણ આપ્યું હતું

આ પણ વાંચો: ભારતીય સેના સાથે કામ કરશે રોબોટિક ખચ્ચર, સર્વેઇલન્સથી માંડી લોજિસ્ટિક્સનું કામ સંભાળશે

AAPએ આ ગેરંટી આપી છે

મફત શિક્ષણ, 20 હજાર લિટર મફત પાણી, 200 યુનિટ મફત વીજળી ચાલુ રાખવાના વચનની સાથે આમ આદમી પાર્ટીએ ખોટા પાણીના બિલ માટે વન ટાઇમ સેટલમેન્ટ પ્લાન લાવવાનું પણ વચન આપ્યું છે. દિલ્હીના શાસક પક્ષે સંજીવની યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત સારવાર પૂરી પાડી છે, પૂજારી-ગ્રંથી યોજના હેઠળ પૂજારી અને ગ્રંથીઓને દર મહિને 18 હજાર રૂપિયા અને મહિલા સન્માન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે.

મહિલાઓને દર મહિને રૂ.2500, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં; દિલ્હીની ચૂંટણી માટે ભાજપના વાયદા 2 - image



Google NewsGoogle News