Get The App

મમતા અંગે અશોભનીય ટિપ્પણી બદલ ભાજપ નેતા પર પડી ગાજ, પાર્ટીએ નોટિસ ફટકારી જવાબ માગ્યો

ભાજપ નેતા દિલીપ ઘોષને હવે પાર્ટીએ નોટિસ ફટકારી

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
મમતા અંગે અશોભનીય ટિપ્પણી બદલ ભાજપ નેતા પર પડી ગાજ, પાર્ટીએ નોટિસ ફટકારી જવાબ માગ્યો 1 - image


Lok Sabha Elections 2024 | પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અંગે વિવાદિત ટિપ્પણી કરનારા ભાજપ નેતા દિલીપ ઘોષને હવે પાર્ટીએ નોટિસ ફટકારી છે. નોટિસ જારી કરીને ભાજપે ઘોષના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી હતી અને આ સાથે તેમની પાસેથી સ્પષ્ટતા પણ માંગી છે.

ભાજપે નોટિસમાં શું કહ્યું... 

ભાજપે નોટિસ જારી કરીને કહ્યું કે, 'તમારું નિવેદન અભદ્ર અને અસંસદીય છે. આ ભાજપની પરંપરાઓ વિરુદ્ધ છે. પાર્ટી આવા નિવેદનોની આકરી ટીકા કરે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની સૂચના મુજબ કૃપા કરીને આ અંગે વહેલી તકે સ્પષ્ટતા કરો અને યોગ્ય પગલાં લો.

TMCએ ECIને ફરિયાદ કરી હતી 

ખરેખર  ભાજપ નેતા દિલીપ ઘોષે મમતા બેનરજી અંગે વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે મમતા બેનરજી ક્યારેક પોતાને ગોવાની દીકરી કહે છે તો ક્યારેક ત્રિપુરાની દીકરી. તેમણે એ જણાવવું જોઈએ કે તેમના અસલી પિતા કોણ છે. ગમે તેની દીકરી બનવું યોગ્ય નથી. દિલીપ ઘોષના આ નિવેદનને મહિલાઓની ઓળખ સાથે જોડીને ટીએમસીએ ચૂંટણી પંચ (ECI)ને ફરિયાદ કરી હતી.

દિલીપ ઘોષે આપ્યું હતું વિવાદિત નિવેદન 

દિલીપ ઘોષે કીર્તિ આઝાદ અંગે પણ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે મમતા બેનરજીને પણ લપેટ્યાં હતા. ઘોષે કહ્યું હતું કે કીર્તિ આઝાદ દીદીનો હાથ પકડીને આવ્યા છે, તેમના પગ ધ્રૂજી રહ્યા છે. આઝાદને તેના જ લોકો પોતાનાથી દૂર ધકેલશે. બંગાળના લોકો ક્યારે તેમને હાંકી કાઢશે એ તેમને ખ્યાલ પણ નહીં આવે. ભાજપના નેતાએ કહ્યું હતું કે બંગાળને તેના ભત્રીજાની જરૂર છે. મુખ્યમંત્રીએ ગોવા જઈને કહ્યું કે, હું ગોવાની દીકરી છું. ત્રિપુરામાં કહ્યું કે હું ત્રિપુરાની દીકરી છું. પહેલા તેઓએ નક્કી કરવું જોઈએ કે તેમના પિતા કોણ છે? ગમે તેની દીકરી બનવું યોગ્ય નથી.

મમતા અંગે અશોભનીય ટિપ્પણી બદલ ભાજપ નેતા પર પડી ગાજ, પાર્ટીએ નોટિસ ફટકારી જવાબ માગ્યો 2 - image


Google NewsGoogle News