Get The App

'ભાજપે રામમંદિરને ભાડે પટ્ટે કે ભગવાન રામની એજન્સી લીધી હોય તેવું વર્તન કરે છે...' : કોંગ્રેસ સાંસદ

Updated: Mar 15th, 2024


Google News
Google News
'ભાજપે રામમંદિરને ભાડે પટ્ટે કે ભગવાન રામની એજન્સી લીધી હોય તેવું વર્તન કરે છે...' : કોંગ્રેસ સાંસદ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 15 માર્ચ 2024 શુક્રવાર

કોંગ્રેસ સાંસદ નકુલનાથે ગુરુવારે ભાજપ પર ધર્મને રાજકીય મંચ પર લાવવા અને એવુ સાબિત કરવાનો આરોપ લગાવ્યો જેમ કે તેમની પાસે ભગવાન રામની એજન્સી અને રામ મંદિરને ભાડે પટ્ટે લીધુ હોય. ગત લોકસભા ચૂંટણીમાં નકુલ મધ્ય પ્રદેશથી કોંગ્રેસના એકમાત્ર વિજેતા ઉમેદવાર હતા. વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ છિંદવાડા લોકસભા બેઠકથી જીતવામાં સફળ રહ્યા હતા અને દરમિયાન કોંગ્રેસે તેમને આ બેઠક પરથી ફરીથી ઉમેદવાર જાહેર કર્યા છે.

રામ મંદિર મુદ્દાનું રાજકારણ કરી રહ્યુ છે ભાજપ

નકુલનાથે વંશવાદના રાજકારણ વિશે ભાજપના વારંવારના આરોપો પર પણ કટાક્ષ કરતા કહ્યુ, ભાજપ પાસે કોઈ મુદ્દો બાકી નથી. બેરોજગારી, મોંઘવારી વગેરે વિશે નહીં પરંતુ વંશવાદના રાજકારણ વિશે વાત કરી રહ્યા છે. તે પોતાની પાર્ટીમાં વંશવાદી રાજકારણ જોતા નથી. અયોધ્યા સ્થિત રામ મંદિર નિર્માણ વિશે નાથે કહ્યુ કે ભાજપ આ મુદ્દાનું રાજનીતિકરણ કરી રહ્યુ છે અને એવુ વર્તન કરી રહી છે કે તેમની પાર્ટી પાસે ભગવાન રામની એજન્સી અને રામ મંદિર ભાડે પટ્ટે છે.

NRC, CAA પર શું કહ્યુ?

કોંગ્રેસ સાંસદે કહ્યુ કે ભાજપ લોકોનું ધ્યાન ભટકાવવા માટે લોકસભા ચૂંટણી પહેલા NRC, CAA અને કલમ 370 જેવા મુદ્દા ઉઠાવી રહી છે. તેમણે કહ્યુ, આ લોકોનું ધ્યાન ભટકાવવાનું રાજકારણ છે. ભાજપ જનતાને ગેરમાર્ગે દોરી રહ્યુ છે. તે લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર નહીં પરંતુ ધ્યાન ભટકાવવા માટે એનઆરસી, સીએએ, કલમ 370 વિશે વાત કરી રહ્યુ છે. બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની સ્થિતિ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સાઈડમાં કરીને ધ્યાન ભટકાવવામાં આવી રહ્યુ છે.

ખેડૂતોની આવક બમણી કરવાની તો દૂર, તેઓ મુશ્કેલથી પોતાનું ગુજરાન ચલાવી શકે છે

તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે બે કરોડ નોકરીઓ ઊભી કરવા, નાગરિકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવા અને 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાની વાત કહી હતી. સાંસદે કહ્યુ, આ વચન પૂરા થયા નથી જ્યારે વડાપ્રધાન 'મોદી ની ગેરંટી'ની વાત કરતા રહે છે. ખેડૂતોની આવક બમણી કરવી તો દૂર, તેઓ મુશ્કેલથી જ પોતાનું ગુજરાન ચલાવી શકે છે.

Tags :
CongressNakul-NathBJPRam-TempleLord-RamaLok-Sabha-Election-2024

Google News
Google News