Get The App

ભાજપ મોટી મુશ્કેલીમાં, હરિયાણામાં પક્ષના દિગ્ગજોએ વધાર્યું ટેન્શન, પરિવારના સભ્યો માટે માગી ટિકિટ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ભાજપ મોટી મુશ્કેલીમાં, હરિયાણામાં પક્ષના દિગ્ગજોએ વધાર્યું ટેન્શન, પરિવારના સભ્યો માટે માગી ટિકિટ 1 - image


Image: X

Haryana Assembly Election: વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 'એક પરિવાર-એક ટિકિટ'ની પોતાની નીતિ પર અડગ રહેવાની સાથે-સાથે અસરદાર રાજકીય પરિવારોને ખુશ કરવાના પડકાર સામે ઝઝૂમી રહ્યું છે. લગભગ એક ડઝન એવા નેતા છે, જે દેશ-પ્રદેશના રાજકારણમાં સારો હસ્તક્ષેપ રાખે છે. તે સ્વયં પાર્ટીમાં મહત્વપૂર્ણ પદ પર છે અને હવે વિધાનસભા ચૂંટણીમાં પોતાના પરિવારના સભ્યો માટે ટિકિટ માગી રહ્યાં છે.

ભાજપ હંમેશા પરિવારવાદ પર નિશાન સાધતું આવ્યું છે

ભાજપની સામે સૌથી મોટી સમસ્યા એ છે કે તેણે હરિયાણામાં હંમેશા પરિવારવાદના રાજકારણ પર આકરા પ્રહાર કર્યાં છે. પ્રદેશના રાજકારણમાં ચૌધરી દેવીલાલ, બંસીલાલ અને ભજનલાલ અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના પરિવારોનું પૂર્ણ વર્ચસ્વ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુધી રાજકારણમાં પરિવારવાદ પર ખૂબ આકરા પ્રહાર કરી ચૂક્યા છે. ભાજપ હરિયાણાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના મુખ્ય નેતાઓના પરિવારના સભ્યોને ટિકિટ આપે છે તો તેણે વિપક્ષના સવાલોનો સામનો કરવો પડશે.

ફરીદાબાદમાં થયેલી આરએસએસ અને ભાજપની સમન્વય બેઠકમાં ભાજપ નેતાઓ દ્વારા પરિવારના સભ્યો માટે માગવામાં આવી રહેલી ટિકિટને લઈને ચર્ચા થઈ હતી.

આરએસએસ એ હકમાં નહોતું કે ભાજપમાં પરિવારવાદના રાજકારણને હવા આપવામાં આવે પરંતુ ભાજપના અમુક રણનીતિકારોનું માનવું છે કે આ ચૂંટણીમાં તેમના માટે એક-એક બેઠક પર જીત પ્રાપ્ત કરવી ખૂબ જરૂરી છે. અમુક બેઠકો પર કરાર પણ કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ માટે કપરાં ચઢાણ, દિગ્ગજ મહિલા નેતાએ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો

ટિકિટની વહેંચણીમાં રીતિ-નીતિનું ધ્યાન રાખશે ભાજપ

ભાજપના રણનીતિકારોએ સંકેત આપ્યા છે કે ટિકિટોની વહેંચણીમાં તમામ પ્રકારના સર્વેક્ષણો અને પાર્ટીની રીતિ-નીતિનું ધ્યાન રાખતાં જો પરિવારનો કોઈ સભ્ય બેઠક જીતી શકવાની સ્થિતિમાં હશે તો તેની પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી શકે છે.

ખાસ વાત એ છે કે ભાજપમાં મોટાભાગના તે નેતા પોતાના પરિવારના સભ્યો માટે ટિકિટ માગી રહ્યાં છે જે એક સમયે બીજા દળોનું રાજકારણ કરતાં હતાં અને હવે ભાજપને સમર્પિત છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઈન્દ્રજીત કોઈ પણ રીતે પોતાની પુત્રી આરતી રાવને ચૂંટણી રણમાં ઉતારવાના છે. આરતી રાવ અટેલી અને રેવાડીથી ટિકિટની દાવેદાર છે.

કૃષ્ણલાલ અને કિરણના સ્વજનની દાવેદારી

કેન્દ્રીય રાજ્ય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર પોતાના પુત્ર દેવેન્દ્ર ચૌધરી માટે તિગાંવ અને બડખલથી ટિકિટ માગી રહ્યાં છે. સાંસદ ધર્મબીર સિંહ પુત્ર મોહિત ચૌધરી માટે સોહના અને ચરખી દાદરીથી ટિકિટ માગી રહ્યાં છે.

કિરણ ચૌધરી પોતાની પુત્રી પૂર્વ સાંસદ શ્રુતિ ચૌધરી માટે તોશામથી ટિકિટની દાવેદારી કરી રહ્યાં છે. ભાજપના નેશનલ સેક્રેટરી ઓમપ્રકાશ ધનખડ પોતાના પુત્ર આદિત્ય ધનખડને રાજકારણમાં સ્થાપિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે.

ગણેશી લાલ અને રામવિલાસનો પુત્ર પ્રેમ

વિધાનસભાના સ્પીકર ડો. જ્ઞાનચંદ્ર ગુપ્તા પોતાના ભત્રીજા અમિત ગુપ્તા માટે પંચકૂલાથી વિધાનસભાની ટિકિટ માગી રહ્યાં છે. સાંસદ નવીન જિંદલ પોતાની માતા પૂર્વ મંત્રી સાવિત્રી જિંદલ માટે હિસારથી ટિકિટ માગી રહ્યાં છે. રેવાડીના પૂર્વ ધારાસભ્ય રણધીર કાપડીવાસ ભત્રીજા મુકેશ માટે રેવાડીથી ટિકિટની માગ કરી રહ્યાં છે.

ઓડિશાના પૂર્વ રાજ્યપાલ પ્રો.ગણેશી લાલ પોતાના પુત્ર મનીષ સિંગલા માટે સિરસાથી ટિકિટ માગી રહ્યાં છે જ્યારે પ્રો.રામબિલાસ શર્માની ઈચ્છા પણ પોતાના પુત્રને ભાજપના રાજકારણમાં સ્થાપિત કરવાની છે.


Google NewsGoogle News