હેમા માલિની સામે કોંગ્રેસે બોક્સર વિજેન્દરને કેમ આપી ટિકિટ?, આ પાંચ કારણથી ભાજપ પણ પરેશાન
Lok Sabha Elections 2024 : મથુરા લોકસભા બેઠકથી ઈન્ટરનેશનલ બોક્સર વિજેન્દર સિંહને કોંગ્રેસે ટિકિટ આપતા ચૂંટણી જંગ રોમાંચક બની ગયો છે. અહીંથી બે વખતથી સાંસદ હેમા માલિની સાથે બૉક્સર વિજેન્દર સિંહની સીધી ટક્કર થશે. જાટ બહુમતિ વાળી બેઠક પર મતદાતાઓને આકર્ષિત કરી શકાશે.
'I.N.D.I.A.' ગઠબંધનમાં મથુરા લોકસભા બેઠક કોંગ્રેસના ખાતામાં આવી છે. અહીંથી કોંગ્રેસે બૉક્સર વિજેન્દર સિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વિજેન્દર સિંહે ગત વખત દિલ્હીથી પણ લોકસભા ચૂંટણી લડી હતી. જોકે, મથુરાથી ભાજપના હેમા માલિની બે વખત સાંસદ રહી ચૂક્યા છે.
લોકસભા ચૂંટણી 2014માં હેમા માલિનીએ રાલોદના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીને અંદાજિત ત્રણ લાખ મતથી હરાવ્યા હતા. ત્યારે, લોકસભા ચૂંટણી 2019માં તેમણે રાલોદના જ કુંવર નરેન્દ્ર સિંહને રેકોર્ડ મતોથી હરાવ્યા હતા.તે પણ ત્યારે જ્યારે મથુરા બેઠકને રાલોદનો જ ગઢ માનવામાં આવતી હતી. તો ક્યારેક સારા જનાધાર વાળી પાર્ટી રહેલી કોંગ્રેસ ગત ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ, પરંતુ વિજેન્દર સિંહના ચૂંટણી મેદાનમાં ઉતાર્યા બાદ મુકાબલો રોચક બની જશે.
હાઈ પ્રોફાઈલ થઈ મથુરા બેઠક
મથુરા બેઠકને હંમેશાથી હાઈપ્રોફાઈલ માનવામાં આવી છે. ક્યારેક ચૂંટણી લડનારા ઉમેદવારોના કદને જોતા તો ક્યારે રાજકીય સમીકરણોની દ્રષ્ટિએ. ગત લોકસભા ચૂંટણી કરતા આ વખતની ચૂંટણી વધુ હાઈ પ્રોફાઈલ થઈ ગઈ છે, જ્યાં હેમા માલિનીની સામે કોંગ્રેસે ઈન્ટરનેશનલ ખ્યાતિ ધરાવનારા ખેલાડીને ઉતાર્યો છે.
જાટ વોટરોને આવી રીતે સાધશે
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અવિનાશ પાંડે સાથે થયેલી મુલાકાત બાદ કોંગ્રેસ જીલ્લા અધ્યક્ષ ચૌધરી ભગવાન સિંહ વર્માએ જણાવ્યું કે, બોક્સર ચૌધરી વિજેન્દર સિંહ લોકસભા માટે હશે. વિજેન્દર સિંહ બેનીવાલ જાટ છે. મથુરા લોકસભા વિસ્તારમાં બેનીવાલ મોટી સંખ્યામાં છે.
જીવન પરિચય
- જન્મ તારીખ અને સમય: 29 ઓક્ટોબર 1985 (ઉંમર 38 વર્ષ), ભિવાની
- પત્નીઃ અર્ચના સિંહ (લગ્ન- 2011)
- માતાપિતા: મહિપાલ સિંહ બેનીવાલ, કૃષ્ણા દેવી
- પુરસ્કારો: પદ્મશ્રી, અર્જુન એવોર્ડ – બોક્સિંગ
- સ્પોર્ટ્સ ટેલેન્ટ: બોક્સિંગ
પાંચ કારણો જે હેમા માલિની માટે ચિંતાજનક
- વિજેન્દર સિંહ બેનીવાલ જાટ પ્રભુત્વ ધરાવતા મથુરામાં જાતિના મત મેળવી શકે છે.
- ભાજપના ઉમેદવારનો જનતા સાથે પ્રમાણમાં ઓછો સંપર્ક ચૂંટણીમાં મુદ્દો બની શકે છે.
- કોંગ્રેસના ઉમેદવારનું બ્રાંડિંગ યુવા અને વયના માપદંડના આધારે કરવામાં આવશે.
- રસ્તા પર ઉતરીને જનતા સાથે સીધા જોડાણનો સંદેશ આપવામાં આવશે.
- કોંગ્રેસે ગ્લેમરને ગ્લેમરથી હરાવવાની રણનીતિ પર કામ કર્યું છે, જે ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
મથુરા સંસદીય બેઠકની ગત ચૂંટણી
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2014