ભાજપે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા કાવતરું ઘડયું : આતિશી

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
ભાજપે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા કાવતરું ઘડયું : આતિશી 1 - image


બંગાળમાં ભાજપ એજન્સીઓનો દુરુપયોગ કરી આચાર સંહિતા ભંગ કરી રહી છે ઃ મમતા 

નવી દિલ્હી: દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે તેવો દાવો દિલ્હીની આપ સરકારના મંત્રી આતિશીએ કર્યો હતો. આતિશીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ રાજકીય કાવતરું છે, કેન્દ્રની ભાજપ સરકાર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા આ કાવતરુ ઘડી રહી છે. 

દિલ્હીમાં એક પ્રેસકોન્ફરંસ દ્વારા આતિશીએ કહ્યું હતું કે અમને વિશ્વસનિય સુત્રો પાસેથી માહિતી મળી છે કે દિલ્હીમાં આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવી શકે છે.  જોકે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું ગેરકાયગે અને જનતાના મેન્ડેન્ટની વિરુદ્ધ ગણાશે. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રની ભાજપ સરકારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું કાવતરું ઘડયું છે. 

જ્યારે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ચૂંટણી સભાને સંબોધતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ પોતાના રાજકીય લાભ માટે સીબીઆઇ, ઇડી, આઇટીનો દુરુપોગ કરી રહી આચાર સંહિતાનો ભંગ કરી રહી છે. ચૂંટણી પંચ એ તકેદારી રાખે કે દરેક પક્ષોને સમાન તક મળી રહે. 

પોલ પેનલ તાજેતરમાં આવેલા વાવાઝોડામાં નાશ પામેલા મકાનોનું ફરી બાંધકામ કરતા અટકાવી રહી છે. ભાજપ રાજ્યના કામોને અટકાવી રહી છે અને આ માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. દરમિયાન લાલુ પ્રસાદ યાદવના પુત્રી મિસા ભારતીએ કહ્યું હતું કે મોદી જેલમાં જશે તે નિવેદનને ખોટી રીતે રજુ કરાઇ રહ્યું છે,મારુ નિવેદન ઇલેક્ટોરલ બોન્ડ અંગે સુપ્રીમના ચુકાદા અને ઇન્ડિયા ગઠબંધને કાર્યવાહી કરવાની જે ખાતરી આપી છે તેના પર નિર્ભર હતું.   


Google NewsGoogle News