Get The App

શું ભાજપને હવે RSSની જરૂર નથી? જે.પી.નડ્ડાએ સંઘ અને મથુરા-કાશી અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન

Updated: May 19th, 2024


Google NewsGoogle News
શું ભાજપને હવે RSSની જરૂર નથી? જે.પી.નડ્ડાએ સંઘ અને મથુરા-કાશી અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન 1 - image


BJP President JP Nadda : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને મથુરા-કાશી અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ સતત આગળ વધી રહી છે અને હવે પાર્ટી તે સ્થિતિમાંથી વિકસીત થઈને બહાર આવી છે, જ્યાં તેને આરએસએસની જરૂર હતી. હવે ભાજપ પોતાના દમ પર સક્ષમ છે અને પોતાનું કામ પોતે જ કરે છે. તેમણે કહ્યું કે, આરએસએસ એક વૈચારિક મોરચો છે.

પહેલા RSSની જરૂર પડતી, હવે અમે એકલા હાથે આગળ વધવામાં સક્ષમ : નડ્ડા

નડ્ડાએ એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ‘પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો સમય અને વર્તમાન સમયમાં ઘણું બધુ બદલાઈ ગયું છે. આ ક્રમમાં આરએસએસની હાજરી પણ બદલાઈ ગઈ છે. પહેલા ભાજપ આટલી મોટી પાર્ટી નહોતી અને સક્ષમ પણ ન હતા. ત્યારે અમને આરએસએસની જરૂર પડતી હતી, પરંતુ આજે અમે ઘણા આગળ વધી ગયા છીએ અને એકલા હાથે આગળ વધવામાં સક્ષમ છીએ.’

શું ભાજપને હવે RSSના સમર્થનની જરૂર નથી?

જ્યારે નડ્ડાને પૂછવામાં આવ્યું કે, શું ભાજપને હવે આરએસએસના સમર્થનની જરૂર નથી, તો તેમણે કહ્યું કે, ‘જુઓ, પાર્ટી મોટી થઈ ગઈ છે અને તમામને પોતાની જવાબદારી મુજબ ભૂમિકાએ મળી ચુકી છે. આરએસએસ એક સાંસ્કૃતિક અને સામાજીક સંગઠન છે અને અમે એક રાજકીય સંગઠન છીએ. આ જરૂરી પ્રશ્ન નથી. આ (RSS) એક વૈચારિક મોરચો છે. તેઓ વૈચારિક દ્રષ્ટિએ પોતાનું કામ કરે છે અને અમે અમારું... અમે અમારા મુદ્દાઓ અમારી રીતે મેનેજ કરીએ છીએ અને રાજકીય પક્ષોએ આવું જ કરવું જોઈએ.’

મથુરા-કાશીમાં મંદિર બનાવવાની યોજના નથી : નડ્ડા

નડ્ડાએ મથુરા અને વારાણસી અંગે પણ નિવેદન આપ્યું હતું. જ્યારે તેમને પ્રશ્ન કરાયો કે, શું ભાજપે મથુરા અને કાશીના વિવાદીત સ્થળો પર મંદિર બનાવવાની કોઈ યોજના બનાવી છે. તો તેમણે કહ્યું કે, ‘ભાજપ પાસે આવો કોઈ વિચાર, યોજના કે ઈચ્છા નથી. અમારી પાર્ટીની સિસ્ટમ એવી રીતે કામ કરે છે કે પાર્ટીની વિચાર પ્રક્રિયા સંસદીય બોર્ડમાં ચર્ચા દ્વારા નિર્ણય કરાય છે, પછી તે રાષ્ટ્રીય પરિષદમાં જાય છે જે તેને સમર્થન આપે છે.

વડાપ્રધાનના ઉદ્દેશ્ય અંગે નડ્ડાએ શું કહ્યું?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ નિર્ણય કર્યો છે કે, પાર્ટીનું ધ્યાન ગરીબો, શોષિતો, દલિત, મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને સમાજના પછાત વર્ગો પર રહેશે. આ વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવીને સશક્ત બનાવવો જોઈએ. આપણે તેમને મજબૂત કરવા પડશે’


Google NewsGoogle News