ભાજપે 3 રાજ્યોમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ, મેઘાલયમાં મુસ્લિમ નેતાને સોંપાઈ કમાન, જાણો વિગતે

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
ભાજપે 3 રાજ્યોમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ, મેઘાલયમાં મુસ્લિમ નેતાને સોંપાઈ કમાન, જાણો વિગતે 1 - image


Image Source: Twitter

- આ અગાઉ મેઘાલયમાં બીજેપી અધ્યક્ષ પદની કમાન અર્નેસ્ટ માવરી, નાગાલેન્ડમાં તેમજેન ઈમના અલોન્ગ અને પુડુચેરીમાં વી સામિનાથન સંભાળી રહ્યા હતા

નવી દિલ્હી, તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર

બીજેપીએ આજે 3 રાજ્યોના નવા અધ્યક્ષોની નિમણૂક કરી છે. રિકમેન મોમિનને મેઘાલય બીજેપીના પ્રદેશ પ્રમુખ અને બેન્જામિન યેપથોમીની નાગાલેન્ડના પ્રદેશ પ્રમુથ તરીકે નિમણૂક કરી છે. જ્યારે એસ સેલ્વગનબથીને પુડુચેરીના પ્રદેશ પ્રમુખ બનાવાયા છે. આ અગાઉ મેઘાલયમાં બીજેપી અધ્યક્ષ પદની કમાન અર્નેસ્ટ માવરી, નાગાલેન્ડમાં તેમજેન ઈમના અલોન્ગ અને પુડુચેરીમાં વી સામિનાથન સંભાળી રહ્યા હતા. 

મેઘાલય અને નાગાલેન્ડમાં ગઠબંધન સરકારમાં સામેલ છે બીજેપી 

મેઘાલય અને નાગાલેન્ડમાં આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને 2 માર્ચના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા રહી હતી. રાજ્યની 59 બેઠકો પર થયેલા મતદાનમાં 26 સીટો NPPને મળી હતી. બીજેપીને 3 અને કોંગ્રેસને 5 સીટ મળી હતી. અન્યના ખાતામાં 25 સીટ ગઈ હતી. રાજ્યમાં NPP અને બીજેપી ગઠબંધનની સરકાર છે.

બીજી તરફ નાગાલેન્ડમાં પણ ભાજપ ગઠબંધન સરકારનો હિસ્સો છે. અહીં પણ 27 ફેબ્રુઆરીએ 59 બેઠકો માટે મતદાન થયું હતું જેના પરિણામો 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં એનડીપીપીને 25 અને ભાજપને 12 સીટ મળી છે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના ખાતામાં 2 સીટો ગઈ હતી. જનતાએ NDPP અને BJPના ગઠબંધનને બહુમતી આપી હતી.

અર્નેસ્ટ માવરી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા

મેઘાલયના બીજેપી પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવાયેલા અર્નેસ્ટ મોરી વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું પોતે બીફ ખાઉં છું અને મેઘાલયમાં બીફ ખાવા પર કોઈ પ્રતિબંધ નથી... જો કે, તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમણે પશ્ચિમ શિલાંગથી પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેમને માત્ર 3,771 (20.07 ટકા) મત મળ્યા હતા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા. 



Google NewsGoogle News