ફૈઝાબાદ લોકસભા બેઠક પર અયોધ્યામાંથી ભાજપને મળ્યા છે વધુ મત, સોશિયલ ચર્ચા કરતા જુદું જ તથ્ય

ફૈઝાબાદમાં અયોધ્યા ઉપરાંત પાંચ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે

બાકીની ૪ વિધાનસભામાં મતો ઓછા મળતા ભાજપના ઉમેદવાર હાર્યા

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
ફૈઝાબાદ લોકસભા બેઠક પર અયોધ્યામાંથી ભાજપને  મળ્યા છે વધુ મત, સોશિયલ ચર્ચા કરતા જુદું જ તથ્ય 1 - image


નવી દિલ્હી,૬ જુન,૨૦૨૪,ગુરુવાર 

લોકસભા ચુંટણીના પરિણામોમાં અયોધ્યા તીર્થનો જેમાં સમાવેશ થાય છે એ ફૈઝાબાદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો પરાજય હજુ પણ  'ટોક ઓફ ધ કન્ટ્રી' બન્યો છે. સોશિયલ મીડિયામાં ફરતા ટેકસ્ટ મેસેજ, ઓડિયો અને વીડિયોમાં લોકો અયોધ્યાના મતદારો પર રોષ પ્રગટ કરી રહયા છે. ૨૧ જાન્યુઆરી ૨૦૨૪માં અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ અને નરેન્દ્રમોદીના નેતૃતવમાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા થઇ હતી. અયોધ્યામાં ટેન્ટમાં રહેતા રામલ્લાની ૫૦૦ વર્ષ પછી મંદિરમાં ભવ્ય પધરામણીની ઘટનાને કરોડો હિંદુઓએ વધાવી હતી. દેશના ખૂણે ખૂણે દિવાળી જેવો માહોલ રચાતા દેશ અને દુનિયાની નજર અયોધ્યા તરફ મંડાઇ હતી. 

અયોેધ્યા તીર્થવાળી ફૈઝાબાદ બેઠક ભાજપનો પરાજય ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના ઉમેદવાર  લલ્લુસિંહ આ બેઠક પરથી ચુંટાતા હતા પરંતુ અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા પછીના માહોલમાં યોજાયેલી ચુંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશકુમાર ૪૯૦૦૦ મતે હરાવીને અપસેટ સર્જયો છે. દલીત, પછાતવર્ગો અને મુસ્લિમ બહુલ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનને મોટી સફળતા મળતા અયોધ્યાવાસીઓ પર હારનું ઠીકરું ફોડવામાં આવી રહયું છે. સોશિયલ મીડિયામાં આ બેઠક પરના પરાજયને ક્લ્ચર હાર સાથે જોડવામાં આવી રહી છે પરંતુ અયોધ્યાવાસીઓ ભાજપને વધારે મતો આપ્યા છે એવું વિધાનસભાવાઇઝ ચુંટણી પરિણામો પરથી જણાય છે. 

ફૈઝાબાદ વિશાળ લોકસભા વિસ્તાર છે જેનો અયોધ્યા એક ભાગ છે 

ફૈઝાબાદ લોકસભા બેઠક પર અયોધ્યામાંથી ભાજપને  મળ્યા છે વધુ મત, સોશિયલ ચર્ચા કરતા જુદું જ તથ્ય 2 - image

ફૈઝાબાદએ મોટો લોકસભા વિસ્તાર છે જેમાં અયોધ્યા વિધાનસભા વિસ્તાર તેનો એક ભાગ છે. ફૈઝાબાદ લોકસભા સીટ પર પાંચ વિધાનસભા બેઠકો આવે છે. જેમાં અયોધ્યા વિધાનસભા બેઠક પર ભાજપને ૧૦૪૬૭૧ મત મળ્યા છે જયારે ઇન્ડિયા ગઠબંધનને ૧૦૦૦૦૪ મત મળ્યા છે. એ રીતે જોઇએ તો અયોધ્યાવાસીઓએ ભાજપને નજીવી સરેરાશ સાથે ઇન્ડિયા ગઠબંધન કરતા વધુ મત આપ્યા છે. 

બિકાપુર અને મિલ્કીપુર અને રુદૌલીએ ભાજપની હારની પટકથા લખી 

જો કે ૨૦૧૯ની લોકસભા ચુંટણીની સરખામણીમાં ભાજપને મળેલા મતોનું પ્રમાણ ઓછું છે. રુદૌલી વિધાનસભા બેઠક પર ભાજપને ૯૨૪૧૦ મત મળ્યા જયારે ઇન્ડિયા ગઠબંધનને ૧૦૪૧૧૩ મત મળ્થા જેમાં ૧૧૭૦૩ મતો વધારે છે.  રુદોલીની જેમ મિલ્કીપુર વિધાનસભામાં પણ ભાજપને મત ઓછા મળ્યા. ભાજપને ૮૭૮૭૯ મત મળ્યા જે ઇન્ડિ ગઠબંધનને મળેલા ૯૨૮૫૯ મત કરતા ૪૯૮૦ મત ઓછા હતા. સૌથી મોટો ઝાટકો તો ભાજપને બિકાપુર વિધાનસભા બેઠક પર લાગ્યો જયાં ૨૯૬૮૪ મત ઓછા મળ્યા હતા. દરિયાબાદ વિધાનસભા બેઠક પર ઇન્ડિ ગઠબંધનને ૧૩૧૨૭૭ જયારે ભાજપને ૧૨૧૧૮૩ મત મળ્યા હતા. દરિયાબાદમાં પણ ભાજપના ઉમેદવાર ૧૦૦૯૪ મતથી પાછળ રહી ગયા હતા.

 ફૈઝાબાદ લોકસભાનું વિધાનસભા વાઇઝ પરિણામ    

વિધાનસભા     ભાજપ  -       ઇન્ડિ ગઠબંધન - તફાવત 

અયોધ્યા -      ૧૦૪૬૭૧     ૧૦૦૦૦૪      ૪૬૭૧ (પ્લસ) 

રુદૌલી           ૯૨૪૧૦       ૧૦૪૧૧૩      - ૧૧૭૦૩  

મિલ્કીપુર       ૮૭૮૭૯        ૯૨૮૫૯        - ૪૯૧૦

બિકાપુર         ૯૨૮૫૯        ૧૨૨૫૪૩      - ૨૯૬૮૪

દરિયાબાદ     ૧૨૧૧૮૩      ૧૩૧૨૭૭      - ૧૦૦૯૪


Google NewsGoogle News