ભાજપે ટ્રિપલ 'V' ફોર્મ્યૂલાથી મહારાષ્ટ્રનો કિલ્લો જીત્યો, વોટ જાતિમાં વહેંચાતા ફાયદો મળ્યો, હવે અન્ય રાજ્યોનો વારો
Maharashtra Vote Bank: મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ ગઠબંધને વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. નવેમ્બર મહિનામાં આવેલા ચૂંટણી પરિણામો પ્રમાણે રાજ્ય વિધાનસભાની 288 બેઠકોમાં ભાજપને 132, એકનાથ શિંદેની શિવસેનાને 57 અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો સાથે શાનદાર જીત હાંસલ કરી છે. આ શાનદાર પરિણાની અપેક્ષા તો ખુદ મહાયુતિએ પણ નહોતી રાખી.
2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો પર જીત મળી હતી. તે હિસાબે આ વખતની ચૂંટણીમાં ભાજપને 25 બેઠકો વધુ મળી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપને આ શાનદાર જીત ટ્રિપલ 'V' ફોર્મ્યૂલા (જાતિ આધારિત વોટોનું વિઘટન, વિખંડન અને વિભાજન)ના કારણે મળી છે. ટ્રિપલ 'V' ને ભાજપના કમંડળમાં નવા તીર તરીકે જોવામાં આવી રહ્યું છે.
બંને ગઠબંધનોમાં 1 કરોડ મતનું અંતર
નિષ્ણાતો કહી રહ્યા છે કે, મત જાતિઓમાં વહેંચાઈ જવાના કારણે ભારતીય જનતા પાર્ટીને આ બહુમતી મેળવવામાં મોટી મદદ મળી છે અને ભાજપ આ ફોર્મ્યુલા અપનાવીને અન્ય રાજ્યોમાં પણ ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપની ચૂંટણી રણનીતિ માટે કામ કરી રહેલી ટીમે આ દિશામાં કામ પ શરૂ કરી દીધું છે. આની પાછળના કારણ વિશે વાત કરીએ તો, ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રની અંદર મત વિભાજનના જાતિ આધારિત ફોર્મ્યુલાના કારણે ચૂંટણી લડી રહેલા બંને ગઠબંધન (મહાયુતિ અને MVA) વચ્ચે 1 કરોડ મતનું અંતર જોવા મળ્યું છે. આ દાવો ભાજપ દ્વારા કરવામાં આવેલી મહારાષ્ટ્ર ચૂંટણીની સ્ટડીમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: શિંદે સેનાના ધારાસભ્ય શબ્દોની મર્યાદા ભૂલ્યાં! મતદારોને બેફામ અપશબ્દો કહ્યાં
સ્ટડી પ્રમાણે ભાજપની મહાયુતિના ત્રણ મહત્વપૂર્ણ પક્ષો (ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી)ને 3 કરોડ 11 લાખ 7 હજાર 146 મત મળ્યા છે. બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ (MVA), ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCPને 2 કરોડ 17 લાખ 42 હજાર 31 મત મળ્યા છે. બંને આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે 1 કરોડ રૂપિયાનો તફાવત છે.
આ કારણે વહેંચાયા મરાઠા વોટ
મહારાષ્ટ્રમાં મરાઠા મતોનું વર્ચસ્વ છે અને ભાજપે આ વોટબેંક તોડીને મોટી સફળતા હાંસલ કરી છે. હકીકતમાં MVA પાર્ટીઓ મુસ્લિમ અને મરાઠા મતોને પોતાની સાથે સમજીને રાજ્યમાં સત્તામાં વાપસી કરવાના સપના જોઈ રહી હતી, પરંતુ આ મોટી વોટ બેંક એકનાથ શિંદેની શિવસેના + ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે શરદ પવારની NCP અને અજિત પવારની NCP વચ્ચે વહેંચાઈ ગઈ હતી. આ ઉપરાંત બ્રાહ્મણ, દલિતો અને ઓબીસીના સંયુક્ત વોટ ભાજપને મળવાના કારણે આ ઐતિહાસિક પરિણામો આવ્યા છે.
હવે આગળની યોજના
ભાજપ હવે આ વ્યૂહરચનાને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને દક્ષિણ ભારત જેવા રાજ્યોમાં પણ લાગુ કરવાની તૈયારીમાં છે. રાજસ્થાનમાં જાટ, રાજપૂત, ગુર્જર અને મીણા જાતિઓ વચ્ચે અને યુપી-બિહારમાં યાદવ, બ્રાહ્મણ અને મુસ્લિમ વોટ બેંકમાં વહેંચીને ભાજપ ખુદને મજબૂત કરી શકે છે.