Get The App

પેજ પ્રમુખની જેમ જ હવે ભાજપ કાર્યકરોને મળશે 'વોટ્સએપ પ્રમુખ'નું પદ, જાણો શું હશે જવાબદારી

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
પેજ પ્રમુખની જેમ જ હવે ભાજપ કાર્યકરોને મળશે 'વોટ્સએપ પ્રમુખ'નું પદ, જાણો શું હશે જવાબદારી 1 - image


BJP WhatsApp Pramukh: રાજકીય સંગઠનમાં ટેક્નોલોજીનો સમાવેશ કરવાની દિશામાં એક મોટું પગલું ભરતાં ભાજપે ભોપાલમાં તેના પહેલા વોટ્સએપ પ્રમુખની જાહેરાત કરી છે. પક્ષે આ જવાબદારી MSC ગ્રેજ્યુએટ રામકુમાર ચૌરસિયાને સોંપી છે. રામકુમારનું કામ વ્હોટ્સએપ દ્વારા જનતા સાથે જોડવાનું અને લોકોને સરકારી યોજનાઓની માહિતી આપવાનું રહેશે. 

'વ્હોટ્સએપ દ્વારા સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચશે'

રામકુમાર ચૌરસિયાએ પોતાની ભૂમિકા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 'વધુમાં વધુ લોકોને જોડવા અને વ્હોટ્સએપ દ્વારા સરકારી યોજનાઓ તેમના સુધી પહોંચે તે માટે આ જવાબદારી આપવામાં આવી છે. આ પ્રયોગ રાજ્યમાં પ્રથમવાર કરવામાં આવી રહ્યો છે અને ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવામાં આવશે.'

આ પણ વાંચો: 'બાળઠાકરે શિવાજી મહારાજનું અપમાન ક્યારેય સાંખી ન લેત', પ્રિયંકા ગાંધીના વડાપ્રધાન મોદી પર પ્રહાર


ડિજિટલ નેટવર્કને મજબૂત બનાવવાની પહેલ

મધ્ય પ્રદેશમાં આ પહેલ પહેલી વખત કરવામાં આવી રહી છે અને તેનો ઉદ્દેશ્ય 20મી નવેમ્બર સુધીમાં રાજ્યના તમામ 65,015 બુથમાં વ્યાપક ડિજિટલ નેટવર્ક સ્થાપિત કરવાનો છે. ભાજપના નેતાઓનું માનવું છે કે આ નવીનતા આગામી ચૂંટણી પહેલા પાયાના સ્તરે જોડાણને મજબૂત કરવામાં ઘણી આગળ વધશે.

બુથ સમિતિની નવી રચના

વોટ્સએપ પ્રમુખના નિમણૂક ભાજપની નવી બુથ કમિટીના માળખાનો એક ભાગ છે. આ સમિતિઓમાં 12 સભ્યો હશે, જેમાં બુથ પ્રમુખ, મન કી બાતના પ્રમુખ અને લાભાર્થી પ્રમુખ જેવા પદોનો સમાવેશ થાય છે. આ સભ્યોમાં ત્રણ મહિલા હશે. કોલારના પૂર્વ કાઉન્સિલર અર્ચના ગોસ્વામી વર્તમાન ચૂંટણીમાં પ્રથમ બુથ પ્રમુખ બન્યા છે. તેમણે કહ્યું,'આ વખતે અમારું સંપૂર્ણ ધ્યાન હજારો વોટ્સએપ પ્રમુખ અને મન કી બાત પ્રમુખ બનાવવા પર છે.'

પેજ પ્રમુખની જેમ જ હવે ભાજપ કાર્યકરોને મળશે 'વોટ્સએપ પ્રમુખ'નું પદ, જાણો શું હશે જવાબદારી 2 - image


Google NewsGoogle News