રાહુલ ગાંધી મુશ્કેલીમાં, સંસદમાં ધક્કામુક્કી મામલે ભાજપના 3 સાંસદ પોલીસમાં ફરિયાદ કરવા પહોંચ્યા
Parliament News | સંસદ ભવનમાં આજે ધક્કામુક્કીની ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે ત્યારે બંને કાર્યવાહીની પણ માગ કરી રહ્યા છે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુર અને દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજ આ મામલે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. જેને લએએને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે તેમ છે.
પીએમ મોદીએ પૂછ્યા ખબર અંતર
પોલીસ ફરિયાદમાં બંને પાર્ટીના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતના ઘાયલ થયાની જાણકારી આપવાના છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે બે ઘાયલ સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને કોલ કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. હાલમાં બંને આઇસીયુમાં છે. બંનેની સારવાર પણ ચાલી રહી છે.
ડૉક્ટરે શું કહ્યું ?
હૉસ્પિટલના ડૉક્ટરેએ કહ્યું કે, “બંને (પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત) સાંસદને માથામાં ઈજા થઈ હતી. તેઓ લગભગ 11.30 વાગ્યે હૉસ્પિટલ પહોંચ્યા. પ્રતાપ સારંગીને કપાળે ઈજા થઈ હતી. જ્યારે તેઓ આવ્યા ત્યારે ખૂબ લોહી વહી રહ્યું હતું. અમારે તેમને ટાંકા લેવા પડ્યા કારણ કે ઘા ખૂબ ઊંડો હતો. તેમનું બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું તેથી અમે ટેસ્ટ કરાવી રહ્યા છીએ અને બ્લડ પ્રેશરને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે મગજનું સીટી સ્કેન પણ કરાવી રહ્યા છીએ.
કોંગ્રેસ સાંસદે ઓમ બિરલાને પત્ર લખ્યો
સંસદમાં ધક્કામુક્કી મામલે કોંગ્રેસ સાંસદ વતી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલ, કે. સુરેશ, મણિકમ ટાગોર દ્વારા લખવામાં આવ્યો હતો. જેમણે આ મામલે કાર્યવાહીની માગ કરી હતી.