Get The App

ભાજપને હંફાવનાર આ મુખ્યમંત્રી સામે ત્રીજી વખત નિષ્ફળ મોદી, પેટાચૂંટણીમાં હારનું કારણ શું? જાણો

Updated: Jul 14th, 2024


Google News
Google News
Mamata Banerjee chairs a meeting with government officials at Howrah
Image : IANS (File pic)

By Poll Election Results: પશ્ચિમ બંગાળમાં ભાજપને સતત ત્રીજી વખત ઝટકો લાગ્યો છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ભાજપને લોકસભા ચૂંટણીમાં પણ ઝટકો લાગ્યો હતો અને તેની સીટો 2019 કરતા ઓછી થઈ ગઈ હતી. હવે ચાર બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીએ ફરી ભાજપને પછાડ્યું. 

ટીએમસીએ તમામ ચારેય બેઠક જીતી 

ટીએમસીના ઉમેદવારોએ તમામ ચાર બેઠકો જીતી હતી. મોટાભાગની સીટો પર મોટા માર્જિનથી જીતી હતી. હાર્યા બાદ અકળાયેલા ભાજપે ચૂંટણીમાં ગોટાળા અને પક્ષપાતના આક્ષેપો કર્યા હતા અને કહ્યું કે અમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.

આ પણ વાંચો : મોટા રાજકીય નેતાની હત્યાને પગલે આ રાજ્યમાં હડકંપ

માણિકતલા સીટ પર ટીએમસીની જીતનું કારણ

ટીએમસીના સુપ્તિ પાંડેએ કોલકાતાની માણિકતલા સીટ પર 62,312 મતોથી જીત મેળવી છે. તેમણે ભાજપના કલ્યાણ ચૌબેને હરાવ્યા હતા. આ પહેલા પાંડેના પતિ સાધન પાંડે આ બેઠક પરથી ત્રણ વખત જીત્યા હતા. તેમણે 2011, 2016 અને 2021માં સતત ચૂંટણી જીતી હતી. જો કે આ વખતે જીતના માર્જિનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સાધન પાંડેના અવસાન બાદ આ બેઠક પર ફરી ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે સુપ્તિ પાંડેને તેમના પતિના નિધનની સહાનુભૂતિ મળી તે મોટા માર્જિનથી જીતી ગયા. 

રાયગંજ સીટ પર ટીએમસીની રણનીતિ કામ કરી ગઈ

ટીએમસીના કૃષ્ણા કલ્યાણીએ ઉત્તર દિનાજપુરની રાયગંજ સીટ 50 હજારથી વધુના માર્જિનથી જીતી છે. તે અગાઉ પણ આ સીટ જીતી ચૂકી છે. જોકે અગાઉ તે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણી પહેલા જ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ટીએમસીએ ફરી એકવાર તેમને ઉમેદવાર બનાવ્યા. આ વખતે ચૂંટણીમાં કલ્યાણીને 86479 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવારને માત્ર 36402 વોટ મળ્યા હતા. આવી સ્થિતિમાં ટીએમસીની રણનીતિ અહીં કામ કરી ગઈ. તે સ્વાભાવિક છે કે કલ્યાણી આ ક્ષેત્રમાં લોકપ્રિય રહ્યા હશે, જેના કારણે તેમને ફરી એકવાર ફાયદો થયો.

આ પણ વાંચો : સાત રાજ્યોની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ થઈ જવા પાછળ કારણ શું?

રાણાઘાટ બેઠક પર શું થયું? 

ટીએમસીના મુકુટ મણિ અધિકારીએ નાદિયાની રાણાઘાટ દક્ષિણ બેઠક પર 39 હજારથી વધુ મતોથી જીત મેળવી છે. કલ્યાણીની જેમ તેઓ પણ વિધાનસભા ચૂંટણી પછી ટીએમસીમાં જોડાયા હતા. જોકે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી. તેમણે લોકસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદ છોડી દીધું હતું. આ ચૂંટણીમાં તેમણે ભાજપના મનોજ કુમારને હરાવ્યા હતા.

બગદાહ બેઠક પર પણ ભાજપ હાર્યો 

બગદાહ સીટની વાત કરીએ તો ટીએમસીના મધુપર્ણા ઠાકુર અહીંથી 33 હજારથી વધુ મતોના અંતરથી જીત્યા છે. તેમણે ભાજપના વિનય કુમાર વિશ્વાસને હરાવ્યા છે. આ બેઠક પર ભાજપના ધારાસભ્ય બિસ્વજીત દાસના રાજીનામા બાદ ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં ટીએમસીએ આ સીટ ભાજપ પાસેથી છીનવી લીધી છે. ટીએમસીએ 2011 અને 2016માં આ સીટ જીતી હતી. આ વિસ્તારમાં મહુઆ સમુદાયનું વર્ચસ્વ છે. તેમણે છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને સમર્થન આપ્યું હતું.

ભાજપને હંફાવનાર આ મુખ્યમંત્રી સામે ત્રીજી વખત નિષ્ફળ મોદી, પેટાચૂંટણીમાં હારનું કારણ શું? જાણો 2 - image

Tags :
Assembly-by-electionsMamata-BanerjeeBJPBengalby-Elections-results-2024

Google News
Google News