Get The App

પૂર્વ CM પર ભાજપને નથી રહ્યો ભરોસો? PM મોદીના પોસ્ટર-રેલીમાં પણ સ્થાન નહીં

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
પૂર્વ CM પર ભાજપને નથી રહ્યો ભરોસો? PM મોદીના પોસ્ટર-રેલીમાં પણ સ્થાન નહીં 1 - image


Image: Facebook

Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ આ વખતે કંઈક બદલાયેલી નજર આવી રહી છે. પાર્ટી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની માટે ક્રેઝ બતાવી રહી છે, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરથી અંતર રાખી રહી છે. હરિયાણામાં પીએમ મોદીની બંને રેલીઓથી ખટ્ટરને દૂર રાખવા કંઈક આવો જ સંકેત આપી રહ્યું છે. જાણકારો અનુસાર આ પાછળની રણનીતિ ખૂબ ખાસ છે. પાર્ટીને લાગે છે કે ખટ્ટરને લઈને ફેલાયેલી નેગેટિવિટી નુકસાનકારક હોઈ શકે છે. સીએમ સૈની હરિયાણામાં મોટી ઓબીસી વોટ બેન્કને લોભાવવામાં મહત્વનું ફેક્ટર હોઈ શકે છે. અત્યાર સુધી પીએમ મોદી હરિયાણામાં બે ચૂંટણી રેલીઓને સંબોધિત કરી ચૂક્યા છે. પહેલા 14 સપ્ટેમ્બરે કુરુક્ષેત્રમાં અને કાલે એટલે કે બુધવારે સોનીપતમાં બંને રેલીઓમાં મનોહર લાલ ખટ્ટર નજર આવ્યા નહીં. 90 વિધાનસભા બેઠકો વાળા હરિયાણામાં પાંચ ઓક્ટોબરે મતદાન થવાનું છે.

હરિયાણામાં ચૂંટણીથી થોડા મહિના પહેલા જ મનોહર લાલ ખટ્ટરને મુખ્યમંત્રી પદથી હટાવીને નાયબ સિંહ સૈનીને સીએમ બનાવવામાં આવ્યા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ સૈનીને જ સીએમ ફેસ બનાવીને મેદાનમાં ઉતરી રહી છે. મનોહર લાલ ખટ્ટરને લઈને ભાજપની શું રણનીતિ છે. આ વિશે ભાજપ નેતાઓએ સંકેત આપ્યો છે. ભાજપ નેતાઓએ કહ્યું કે પાર્ટી ખટ્ટર અંગે ફેલાયેલી નકારાત્મકતાથી બચવા માટે આવું કરી રહી છે. હરિયાણામાં ત્રીજી વખત સત્તા મેળવવા માટે ભાજપ પૂરું જોર લગાવી રહી છે. પાર્ટીને લાગે છે કે બિન જાટ, પછાત અને પંજાબી વોટોના દમ પર ભાજપ હરિયાણામાં 2014 અને 2019નો જાદુ બેવડાવી શકે છે.

એક અન્ય વરિષ્ઠ ભાજપ નેતાએ મોદીની રેલીથી ખટ્ટરની ગેરહાજરીને પાર્ટીનો સ્માર્ટ મૂવ ગણાવ્યો. તેમણે કહ્યું કે આવું કરવાથી સત્તાવિરોધી લહેરનું જોખમ ઓછું થઈ જશે. સોનીપતમાં ખટ્ટરના રહેવાનો કોઈ અર્થ નહોતો. આ ભાજપ નેતા અનુસાર જાટ બહુમત વિસ્તારમાં તેમની હાજરીથી પાર્ટીને નુકસાન થઈ શકતું હતું. 

મોદીએ 14 સપ્ટેમ્બરે ભાજપનો ગઢ ગણાતા જીટી રોડ વિસ્તારમાં કુરુક્ષેત્રથી પાર્ટીના પ્રચાર અભિયાનની શરૂઆત કરી હતી. પાડોશી બેઠક કરનાલથી સાંસદ હોવા છતાં ખટ્ટરની ગેરહાજરીથી ઘણા સવાલ ઉઠ્યા હતા. ભાજપે ખટ્ટરથી સંપૂર્ણપણે અંતર રાખ્યું નથી. તે તેમનો સમજી-વિચારીને ઉપયોગ કરી રહી છે. તે ખટ્ટરને માત્ર તે વિસ્તારોમાં લઈને જઈ રહી છે, જ્યાં તેમના જવાથી પાર્ટીના વોટ વધે.

એ પણ રસપ્રદ છે કે એક તરફ ભાજપ ખટ્ટરને લઈને સેલેક્ટિવ છે. વિધાનસભા ચૂંટણીમાં સીએમ ખટ્ટરના કાર્યકાળમાં બનેલા સિદ્ધાંતોને અજમાવી રહી છે. ભાજપ અહીં 'નો પરચી, નો ખરચી' ના સૂત્ર સાથે છે. આ સૂત્ર મનોહર લાલ ખટ્ટરના સીએમ રહેતાં જ ઘડવામાં આવ્યો હતો અને અમલમાં લાવવામાં આવ્યો હતો. જમીની સ્તર પર તેની અસર પણ જોવા મળી હતી અને ઘણા યુવાનોને રોજગાર મળી હતી.


Google NewsGoogle News