Get The App

'ઓમ બિરલા ઈશ્યૂ નથી કરતાં...', રાહુલનો પાસપોર્ટ રદ કરવાની માગ કરતાં ભાજપ સાંસદને મળ્યો જવાબ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
'ઓમ બિરલા ઈશ્યૂ નથી કરતાં...', રાહુલનો પાસપોર્ટ રદ કરવાની માગ કરતાં ભાજપ સાંસદને મળ્યો જવાબ 1 - image


BJP Demand cancellation Rahul Gandhi Passport : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા નિવેદનને લઈને થયેલો વિવાદ થોભવાનું નામ નથી લઈ રહ્યો. હવે રાજસ્થાનના ચિત્તોડગઢથી ભાજપના સાંસદ સીપી જોશીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ચિઠ્ઠી લખી રાહુલ ગાંધીનો પાસપોર્ટ રદ કરવાની માગ કરી છે. 

પાસપોર્ટ રદ કરવાની માગ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને ચિઠ્ઠી લખ્યા બાદ સીપી જોશીએ કહ્યું, 'રાહુલ ગાંધીના ભાષણોથી દેશના સામાન્ય નાગરિકને તકલીફ પહોંચી છે. દેશની બહાર જઈને દેશનું અપમાન કરવાનો અધિકાર રાહુલ ગાંધીને કોણે આપ્યો? મેં લોકસભા સ્પીકરને પત્ર લખીને તેમનો પાસપોર્ટ જપ્ત કરવાની માગ કરી છે. કાં તો રાહુલ ગાંધી નેતા પ્રતિપક્ષના પદ પરથી રાજીનામું આપે અથવા સરકાર તેમનો પાસપોર્ટ જપ્ત કરી લે.'


આ પણ વાંચોઃ કંગનાના નિવેદન પર NDAમાં બબાલ, નીતિશની પાર્ટીએ કરી એક્શનની માગ, ચિરાગ શું બોલ્યાં?


કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

ભાજપ સાંસદની ચિઠ્ઠી પર કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ સાંસદ મનિકમ ટાગોરે કહ્યું કે, ભાજપના નેતા મજાક કરે છે. ભાજપ સાંસદ સ્પીકરને લખે છે કે, રાહુલ ગાંધીનો પાસપોર્ટ રદ કરી દો. લોકસભા સ્પીકર પાસે પાસપોર્ટના અધિકાર થોડી છે? ભાજપ સાંસદને ખબર જ નથી કે, પાસપોર્ટ કોણ રદ કરે છે. સાંસદ બનવું અલગ વાત છે અને વસ્તુઓની જાણકારી રાખવી અલગ વાત છે. ઓમ બિરલા પાસપોર્ટ ઈશ્યૂ નથી કરતાં.

આ પણ વાંચોઃ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની વિશ્વસનીયતા જોખમમાં મૂકાઈ, નિવૃત્ત જજો અને વકીલો જુઓ શું બોલ્યાં?

રાહુલ ગાંધીનું નિવેદન

હાલમાં જ પોતાની અમેરિકાની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ વર્જિનિયામાં એક ભાષણ આપ્યું હતું, જ્યાં તેઓએ ભારતીય અમેરિકન સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, RSS અમુક ધર્મો, ભાષાઓ અને સમુદાયને અન્યની તુલનામાં હલકાં ગણે છે. ભારતમાં રાજકારણની નહીં પણ આવી જ વાતને લઈને લડાઈ થઈ રહી છે. સૌથી પહેલાં તમારે સમજવું પડશે કે લડાઈ કયા વિષય પર થઈ રહી છે.'

ખાલિસ્તાની આંતકવાદીએ કર્યો સપોર્ટ

લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, લડાઈ એ વાતને લઈને થઈ રહી છે કે, શીખને ભારતમાં પાઘડી કે કડું પહેરવાનો અધિકાર છે કે નહીં અથવા એક શીખના રૂપે તે ગુરૂદ્વારામાં જઈ શકે કે નહીં. રાહુલ ગાંધીના આ નિવેદન પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પોતાનું સમર્થન આપ્યું હતું. રાહુલના નિવેદનને યોગ્ય જણાવી પન્નુએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ ઘણાં બોલ્ડ નિવેદનો આપ્યા છે, તેમનું આ નિવેદન શીખ ફોર જસ્ટિસ (SFJ) ની અલગ ખાલિસ્તાન દેશની માગને વાજબી ઠેરવે છે.


Google NewsGoogle News