કોંગ્રેસની આવકમાં ઘટાડો, ભાજપ ચૂંટણી ખર્ચમાં પણ આગળ, ચૂંટણી બોન્ડનો ઓડિટ રિપોર્ટ આવ્યો સામે
Electoral Bonds : ચૂંટણીની વાત આવતા જ ચૂંટણી બોન્ડની ચર્ચા શરૂ થઈ જાય છે. લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર ચૂંટણી બોન્ડનો ઓડિટ રિપોર્ટ સામે આવી ગયો છે. ભાજપે પોતાના ઓડિટ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, ગત વર્ષમાં ચૂંટણી બોન્ડથી તેને 1294.14 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ ચૂંટણી બોન્ડથી મળેલી અત્યાર સુધીની સૌથી વધુ ચૂકવણી છે. આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને મળેલા દાનથી સાત ગણી વધારે છે. ચૂંટમી પંચને સોંપવામાં આવેલા ઓડિટ રિપોર્ટ અનુસાર, ભાજપની કુલ આવકત 1917.12 કરોડ રૂપિયા રહી, જ્યારે કોંગ્રેસની આવક માત્ર 452.37 કરોડ રૂપિયા રહી.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અનુસાર, માર્ચ 2018થી જુલાઈ 2023 વચ્ચે ચૂંટણી બોન્ડથી 13,000 કરોડ રૂપિયાનું દાન રાજકીય પાર્ટીઓને મળ્યું. SBIએ 9,208 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ વેચ્યા. તેની 58 ટકા રકમ ભાજપને મળી.. 18થી 22 વચ્ચે પાર્ટીઓને બોન્ડથી મળનારા દાનમાં 743 ટકાનો વધારો થયો.
કેન્દ્ર સરકારે 2017ના બજેટમાં ચૂંટણી બોન્ડની જાહેરાત કરી અને 2018માં તેને લાગૂ કરાયું. દર ત્રિમાસિક SBI 10 દિવસ માટે ચૂંટણી બોન્ડ જાહેર કરે છે. એવું જણાવવામાં આવે છે કે બોન્ડ ખરીદનારની ઓળખ ગુપ્ત રખાશે. તેના માધ્યમથી પોતાની પસંદગીની પાર્ટીને દાન આપી શકાય છે.
ભાજપને બોન્ડથી મળી 54 ટકા આવક
ભાજપને થયેલી કુલ આવક 2,360 કરોડની 54 ટકા રકમ ચૂંટણી બોન્ડથી આવી છે. આ ગત વર્ષના મુકાબલે 25 ટકા વધારે છે. ગત વર્ષ 1,337 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વ્યક્તિ, કંપની અને ચૂંટણી ટ્રસ્ટથી 648 કરોડ રૂપિયાનું દાન ભાજપને મળ્યું, ગત વર્ષ આ 721.7 કરોડ રૂપિયા હું. બેંકમાં જમા રકમ પર 2373 કરોડ રૂપિયા વ્યાજ પણ ભાજપને મળ્યું છે.
કોંગ્રેસની આવકમાં થયો ઘટાડો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આવકમાં ઘટાડો થયો છે. ગત વર્ષમાં માત્ર 452 કરોડ રૂપિયાની આવક થઈ. આ પહેલા આવક 541 કરોડ રૂપિયા હતી. ચૂંટણી બોન્ડથી અંદાજિત 171 કરોડ રૂપિયા મળ્યા, પહેલા 236 કરોડ રૂપિયા મળ્યા હતા.
ચૂંટણી ખર્ચમાં પણ આગળ ભાજપ
ચૂંટણી ખર્ચની વાત કરીએ તો અહીં પણ ભાજપ પાછળ નથી. ગત વર્ષમાં ચૂંટણી દરમિયાન ભાજપે 1,092.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ભાજપનો કુલ ખર્ચ 80 ટકા જાહેરાતો પર થયો. જાહેરાતોમાં ભાજપે 432.14 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. ત્યારે કોંગ્રેસનો ખર્ચ પાંચ ગણો ઓછો છે. કોંગ્રેસે ચૂંટણીમાં અંદાજિત 192.55 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ગત વર્ષમાં ભાજપનો કુલ ખર્ચ 1361.68 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે કોંગ્રેસનો કુલ ખર્ચ 467.13 કરોડ રૂપિયા રહ્યો.