દિલ્હી જલ બોર્ડમાં કેજરીવાલની સરકારે 500 કરોડનું કર્યું કૌભાંડ: BJPનો દાવો
Image Source: Twitter
- ભાજપે દિલ્હીના મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારના પર્યાય ગણાવ્યા
નવી દિલ્હી, તા. 27 નવેમ્બર 2023, સોમવાર
ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પર જલ બોર્ડમાં કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે દાવો કર્યો છે કે, 2022માં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડશનના કામમાં અંદાજિત કિંમત કરતાં વધુ કોન્ટ્રાક્ટ આપી કૌભાંડ આચર્યું હતું. ભાજપે દિલ્હીના મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારના પર્યાય અને લૂંટફાટના એક્સપર્ટ ગણાવ્યા હતા. ભાજપનો આરોપ છે કે. 10 એસટીપી કોન્ટ્રાક્ટમાં 400-500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ એલજીને પત્ર લખીને તપાસ કરાવાની માંગ કરી છે. ભાજપે ભ્રષ્ટાચારનો આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે આમ આદમી પાર્ટી સરકાર કથિત લીકર પોલિસી મામલે મુશ્કેલીનો સામને કરી રહી છે.
10 सीवेज ट्रीटमेंट प्लांट निर्माण मामले में घोटाला हुआ। इनमें कुछ का अपग्रेडेशन होना था और कुछ की क्षमता बढ़ाने की योजना थी। इसके लिए ठेकेदारों को ठेके दिए गए। अनुमानित लागत गलत लगाई गई।
— BJP (@BJP4India) November 27, 2023
केजरीवाल सरकार द्वारा इसकी अनुमानित लागत 1,500 करोड़ रुपये थी और ठेके 1,938 करोड़ से अधिक… pic.twitter.com/T2oFOcaRGh
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, દિલ્હી જલ બોર્ડમાં કૌભાંડ સામે આવ્યો છે. 10 એસટીપી (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. પ્રથમ કેટેગરી હતી તેમાં અપગ્રેશન થવાનું હતું અને બીજીમાં અપગ્રેશન સાથે ઓગ્મેન્ટેશન (કેપેસિટી વધારવાનું) પણ હતું. 2022માં દિલ્હી જલ બોર્ડે તેનો 1938 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો જ્યારે અંદાજિત કિંમત 1500 કરોડ રૂપિયા હતી. એનો અર્થ એ કે, પોતે લગાવેલા અંદાજમાં 30% વધારો કરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ તમે તો ભ્રષ્ટાચારના સૌથી મોટા કલાકાર બનીને વધુ એક કૌભાંડ કરી દીધો. જો કોઈ રાજનેતા છે જે ભ્રષ્ટાચારના એક્સપર્ટ છે તો તે અરવિંદ કેજરીવાલ છે.
ગૌરવ ભાટિયાએ કહ્યું કે, 10 STPનું અપગ્રેડેશન અને ઓગમેન્ટેશન થવાનું હતું. એવો નિયમ છે કે ડીપીઆર બનાવવી જરૂરી છે. તો પહેલો સવાલ એ છે કે તમે કેટલા ડીપીઆર બનાવી? તમારે 10 બનાવવી જોઈતી હતી પરંતુ માત્ર 2 જ બનાવી. 2 ડીપીઆર જ્યાં અંદાજિત ખર્ચ વધારી દીધો અને તમામ 10 પર લાગુ કરી દેવામાં આવી. કેટેગરી 2 માં અપગ્રેડેશન અને ઓગમેન્ટેશન બંને થવાનું હતું. સામાન્ય માણસને પણ ખબર હશે કે જો માત્ર અપગ્રેડેશન હશે તો બંને માટે ખર્ચ ઓછો થશે અને બંને માટે વધુ થશે. અરવિંદ કેજરીવાલ એટલા મોટા કૌભાંડી છે કે તેમણે કેટેગરી 2 નો જ એસ્ટીમેટ કેટેગરી 1 પર લાગુ કરી દીધો. તેમણે કહ્યું કે તેઓ અપગ્રેડેશન અને ઓગમેન્ટેશનનો ખર્ચ દરેક પર લાદશે જેથી ટેન્ડરની રકમ વધશે અને વસૂલાત વધુ થશે. કેજરીવાલ જણાવો કે કેટેગરી 2નો પ્લાન કેટેગરી એક પર કેમ લગાવ્યો?
ભાજપે દાવો કર્યો કે, નિયમ વિરુદ્ધ જઈને સિંગલ કોટોશન છતાં એસેટીમેટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. આ કોન્ટ્રાક્ટ એ કંપનીને આપવામાં આવ્યો જેનું કામ પહેલાથી જ સંતોષકારક નહોતું. ભાટિયાએ પૂછ્યું કે, અંતે તે કંપનીને જ કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો.