Lok Sabha Elections 2024: ઉમેદવારોની પસંદગી માટે ભાજપનું મંથન શરૂ, મોદી-નડ્ડા સહિતના નેતાઓ પહોંચ્યા

દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતેની બેઠકમાં PM મોદી, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પહોંચ્યા

બેઠકમાં 100થી વધુ ઉમેદવારોના નામ ફાઈનલ થવાની સંભાવના : 25થી 30 ટકા સિટિંગ સાંસદોની ટિકિટ કપાશે

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections 2024: ઉમેદવારોની પસંદગી માટે ભાજપનું મંથન શરૂ, મોદી-નડ્ડા સહિતના નેતાઓ પહોંચ્યા 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપે ઉમેદવારો નામ અંગે મંથન શરૂ કરી દીધું છે. હાલ નવી દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે ચૂંટણી અંગે બેઠક ચાલી રહી છે. ત્યાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), જે.પી.નડ્ડા (JP Nadda) સહિત દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis), પ્રકાશ જાવડેકર (Prakash Javadekar), મનસુખ માંડવિયા (Mansukh Mandaviya), પુષ્કર ધામી (Pushkar Singh Dhami), પ્રમોદ સાવંત (Pramod Sawant), ભૂપેન્દ્ર યાદવ (Bhupender Yadav), જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia), કેશવ મોર્ય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel), ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા નેતાઓ પહોંચી ગયા છે. ભાજપ લોકસભા ચૂંટણી પહેલા મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે. આ માટે પક્ષે તૈયારી પણ શરૂ કરી દીધી છે. 

25થી 30 સિટિંગ સાંસદોની ટિકિટ કપાવાની સંભાવના

સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં આજે 100થી વધુ ઉમેદવારોના નામ પર મહોર વાગી શકે છે. આ ઉપરાંત તેની જાહેરાત પણ થઈ શકે છે. જોકે આવું થશે કે નહીં, તે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય કરાશે. એવું કહેવાય છે કે, ભાજપ આ વખતે 25થી 30 ટકા સિટિંગ સાંસદોની ટિકિટ કાપી શકે છે.

આ રાજ્યોના ઉમેદવારો પર મંથન

બેઠકમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ, તેલંગાણા, રાજસ્થાન અને ગોવાની લોકસભા બેઠક માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. મળતા અહેવાલો મુજબ ઉમેદવારોને પ્રચાર સહિતની કામગીરી માટે વધુ સમય મળે અને 400 બેઠકો જીતવાનું સ્વપ્ન સાકાર થઈ શકે તે માટે ભાજપ 10 માર્ચ પહેલા ઓછામાં ઓછી 300 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવા માંગે છે.

વધુ ઉંમરનાઓને પણ ટિકિટ નહીં

ભાજપના હેડક્વાર્ટર પર કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં 100થી વધુ ઉમેદવારો નામ પર મંથન ચાલી રહ્યું છે. બેઠકમાં કેટલાક સિટિંગ સાંસદોની ટિકિટ કાપવા પર પણ વિચાર ચાલી રહ્યો છે. એવું મનાય છે કે, આ વખતે ભાજપ 25થી 30 ટકા સાંસદોની ટિકિટ કાપી શકે છે. તેમાં એવા નામ પણ સામેલ છે, જેઓ ત્રણથી વધુ વખત ચૂંટણી જીતી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા એવા પણ નામો છે, જેમની વધુ ઉંમર થઈ ગઈ છે.


Google NewsGoogle News