ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..' બંધારણ મુદ્દે વિવાદ પર ડી. કે. શિવકુમાર
D K Shivakumar : કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. આ આરોપોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ડી કે શિવકુમારે રાજ્યમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામત આપવા માટે બંધારણમાં સુધારો કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
આ પણ વાંચો : 'મને લોકસભામાં બોલવા નથી દેતા...' વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો ગંભીર આક્ષેપ
...તો હું રાજકારણમાંથી સન્યાસ લઈ લઈશ
શિવકુમારે કહ્યું કે, 'જો આ દાવો સાચા સાબિત થશે તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ.' કોંગ્રેસ નેતાનું આ નિવેદન આવતાની સાથે મંગળવારે ભાજપે રાજ્યભરમાં આ મામલે તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હાઇકમાન્ડને સમજૂતી આપવામાં આવી
શિવકુમારે કહ્યું, 'મેં ઇન્ટરવ્યુમાં જણાવેલ સચ્ચાઈ અને મારા રાજકીય વલણને ભાજપ પચાવી શકતું નથી. મેં ક્યારે એવું કહ્યું નથી કે હું બંધારણ બદલવા જઈ રહ્યો છું? જો મેં કહ્યું હોત, તો હું તેને સ્વીકાર કરી લેતો. આપણે જ બંધારણ લઈને આવ્યા છીએ અને આપણે જ તેનું રક્ષણ કરી રહ્યા છીએ. આપણા નેતાઓ સમજદાર છે અને તેમણે ઇન્ટરવ્યુ જોયો છે.'
આ પણ વાંચો : હઝારીબાગમાં બબાલ: ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત
કોંગ્રેસ હાઇકમાન્ડે સ્પષ્ટતા માંગી
તેમણે વધુમાં કહ્યું, 'આ ભાજપના નેતાઓએ જ કહ્યું હતું કે તેઓ બંધારણ બદલશે. જો મેં ક્યારેય પણ એવું કહ્યું હોય કે, હું બંધારણ બદલીશ, તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું કોંગ્રેસ હાઇકમાન્ડે સ્પષ્ટતા માંગી છે, ત્યારે તેમણે કહ્યું, 'હા, તેમણે સ્પષ્ટતા માંગી છે. મેં તેમને ઇન્ટરવ્યુની વિગતવાર સમીક્ષા કરવા કહ્યું છે. તેઓ આ વાતથી સહમત છે, કે મેં આવું કંઈ કહ્યું નથી.'
ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર
રવિવારે એક મીડિયા કાર્યક્રમમાં શિવકુમારે કથિત રીતે એવું સૂચન કર્યું હતું કે, "અચ્છે દિન" ત્યારે આવી શકે છે જ્યારે બંધારણમાં સુધારો કરવામાં આવે. જોકે, કોંગ્રેસના નેતાએ સોમવારે દાવો કર્યો હતો કે, મારી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે અને મેં ક્યારેય કહ્યું નથી કે અમે બંધારણ બદલીશું.'
આ દરમિયાન ભાજપે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરી આરોપ લગાવ્યો છે કે, મુસ્લિમ ક્વોટા પરની તેમની ટિપ્પણીએ બંધારણમાં ફેરફાર કરવો એ પાર્ટીના "છુપાયેલા એજન્ડા"ને ઉજાગર કરે છે.
આ કોંગ્રેસનો છુપાયેલ એજન્ડા છે
સોમવારે ભાજપે આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે, 'મત માટે બંધારણમાં ફેરફાર કરવો એ કોંગ્રેસનો છુપાયેલ એજન્ડા છે અને શિવકુમારની ટિપ્પણી તેની એક શરુઆત છે.'