Get The App

ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, તમિલનાડુ અધ્યક્ષ અન્નામલાઈ કોઇમ્બતુરથી ચૂંટણી લડશે

ભાજપે અગાઉ પ્રથમ યાદીમાં 195 અને બીજી યાદીમાં 72 નામ જાહેર કર્યા હતા

તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ અને તમિલનાડુ બીજેપી અધ્યક્ષને ટિકિટ મળી

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, તમિલનાડુ અધ્યક્ષ અન્નામલાઈ કોઇમ્બતુરથી ચૂંટણી લડશે 1 - image


Lok Sabha Elections 2024 : ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી (BJP Candidate Third List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં તમામ નવ ઉમેદવારો તમિલનાડુ (Tamil Nadu)ના છે. ચેન્નાઈ દક્ષિણથી પાર્ટીએ તેલંગાણા (Telangana)ના પૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજનને ટિકિટ આપી છે. તમિલનાડુ ભાજપ અધ્યક્ષ કે. અન્નમલાઈને કોઈમ્બતુર બેઠકની ટિકિટ અપાઈ છે. 

ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, તમિલનાડુ અધ્યક્ષ અન્નામલાઈ કોઇમ્બતુરથી ચૂંટણી લડશે 2 - image

ભાજપે કુલ 276 ઉમેદવારો જાહેર કર્યા

આ અગાઉ ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના જાહેર કર્યા હતા, તો કોંગ્રેસે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર અને બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ત્યારે ભાજપે આજે ત્રીજી યાદી જાહેર કરી છે. આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 276 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

પ્રથમ યાદીમાં 195 અને બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા

ભાજપે પ્રથમ યાદીમાં 195 તો બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પ્રથમ યાદીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 51 ઉમેદવારો, મધ્યપ્રદેશમાં 24, પશ્ચિમ બંગાળમાં 20, ગુજરાતમાં 15, રાજસ્થાનમાં 15, કેરળમાં 12, તેલંગાણા, આસામ, છત્તીસગઢ અને ઝારખંડમાં 11-11, દિલ્હીમાં 5, ઉત્તરાખંડમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, ગોવા, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં એક-એક, દમણ અને દીવની એક-એક બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં 30 અનુસૂચિત જાતિ અને 20 અનુસૂચિત જનજાતિના નેતાઓને સ્થાન મળ્યું છે. આ યાદીમાં એક ખ્રિસ્તી અને એક મુસ્લિમ ઉમેદવાર પણ સામેલ છે. ભાજપની આ યાદીમાં 28 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ મુખ્યમંત્રીઓને પણ ટિકિટ આપવામાં આવી છે. આમ, ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.

ભાજપના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જોવા અહીં ક્લિક કરો

ભાજપના 72 ઉમેદવારોની બીજી યાદી જોવા અહીં ક્લિક કરો

ચૂંટણી પંચે 16 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Election 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.


Google NewsGoogle News