Get The App

'ચૂંટણી પતી જવા દે, પછી જોઈ લઇશું.....' ભાજપ સાંસદનો પોલીસને ધમકાવતો VIDEO વાયરલ

Updated: May 15th, 2024


Google NewsGoogle News
'ચૂંટણી પતી જવા દે, પછી જોઈ લઇશું.....' ભાજપ સાંસદનો પોલીસને ધમકાવતો VIDEO વાયરલ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાંથી ચાર તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને હવે ત્રણ તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે નેતાઓનો વાણી વિલાસ હજુ પણ યથાવત છે. ભાજપ સાંસદ તેમજ કન્નૌજ બેઠકના ઉમેદવારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પોલીસ અધિકારીને ધમકાવીને કહી રહ્યા છે કે 'ચૂંટણી પતી જવા દે, પછી જોઈ લઈશું.' 

ભાજપ ઉમેદવારનો વીડિયો થયો વાયરલ

ઉત્તર પ્રદેશના કન્નૌજ બેઠક પરના ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એસએચઓને ધમકી આપતા જોવા મળી રહ્યા છે. ભાજપ ઉમેદવાર વીડિયોમાં કહેતા સાંભળી શકાય કે 'ચૂંટણી બાદ તેઓ વિજિલન્સ તપાસ કરશે. મોઢે જ કહીને જઈ રહ્યો છું. બદલો લઈશ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને હાલ રાજકારણના ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 

અમે ચોક્કસ બદલો લઈશું: સુબ્રત પાઠક

ભાજપ સાંસદ અને ઉમેદવાર સુબ્રત પાઠક સદર કોતવાલીના પ્રભારી દિગ્વિજય સિંહને કહી રહ્યા છે કે 'ઋત્વિકને તુરંત જ છોડી દો, આજે ચૂંટણી પૂરી થઈ રહી છે. અમે વિજિલન્સ દ્વારા તમારી તપાસ કરાવીશું. અમે ચોક્કસપણે આનો બદલો લઈશું.' તો બીજ તરફ વોટિંગ દરમિયાન રતનપુર મોહનપુર પોલિંગ સ્ટેશન પરથી સુબ્રત પાઠકના ભાઈ છોટુ પાઠકનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એડવોકેટ સાથે દુર્વ્યવહાર કરતો જોવા મળે છે. ત્યાં હાજર લોકો વચ્ચે પડીને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

આ પણ વાંચો : લોકસભા ઈલેક્શનની ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર

'ચૂંટણી પતી જવા દે, પછી જોઈ લઇશું.....' ભાજપ સાંસદનો પોલીસને ધમકાવતો VIDEO વાયરલ 2 - image


Google NewsGoogle News