હમે તો અપનોને લૂંટા ગૈરો મેં કહાં દમ થા...' ભાજપના દિગ્ગજ નેતાનું હાર્યા બાદ દર્દ છલકાયું
Lok Sabha Election Result 2024: લોકસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાર્યા છે. જેઓ હવે હારના કારણો જણાવી રહ્યા છે. બાંદા ચિત્રકુટથી હારેલા ભાજપના ઉમેદવાર આર. કે. પટેલે હાર માટે પક્ષના ટોચના પદાધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
મોટા મોટા નેતાઓ ખુલ્લીને વિરોધ કરતા હતા
સપા ગઠબંધનના ઉમેદવાર કૃષ્ણા પટેલે વર્તમાન સાંસદ આર. કે. પટેલને 71 હજાર મતોથી હરાવ્યા હતા. હાર અંગે વાત કરતા આર. કે. પટેલે કહ્યું હતું કે પક્ષના ટોચના પદાધિકારી અને નેતાઓએ ભીતરઘાત જ નહીં ખુલીને હુમલો કર્યો છે. જાતિ સામે ખુલીને અભિયાન ચલાવવામાં આવ્યું. મોટા મોટા નેતાઓ ખુલ્લીને વિરોધ કરતા હતા. સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો ફેલાવવામાં આવી હતી. હું તેમને નમન કરુ છુ કે જેઓ આજે પણ મોદીની સાથે છે.
નેતાઓના ખુલ્લેઆમ અભિયાનના કારણ
વર્ષ 2014માં આ બેઠક પર ભાજપ એક લાખથી વધુ મતોથી જીતી હતી, અહીંયા નેતાઓએ કુર્મીવાદ, બ્રાહ્મણવાદનું ખુલ્લેઆમ અભિયાન ચલાવ્યું હતું જેને કારણે હારનો સામનો કરવો પડ્યો. સ્થાનિક સ્તરે શું થઈ રહ્યું હતું તેની જાણકારી ટોચના નેતાઓથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી હતી. આગળ પક્ષ આ અંગે શું પગલા લેશે તે સમય જણાવશે. તેમણે શાયરીના અંદાજમાં કહ્યું હતું કે અપનોને હમે લૂંટા ગેરો મે કહાદમેં થા, મેરી કશ્તી વહાં ડૂબી જહા પાની કમ થા.