Get The App

ટીવી સિરિયલ રામાયણના ‘રામ’ પાસે છે કરોડોની સંપત્તિ, પત્ની પણ કરોડપતિ, મેરઠથી ઉમેદવારી નોંધાવી

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
ટીવી સિરિયલ રામાયણના ‘રામ’ પાસે છે કરોડોની સંપત્તિ, પત્ની પણ કરોડપતિ, મેરઠથી ઉમેદવારી નોંધાવી 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024માં ભાજપ (BJP)ની ટિકિટ પર મેરઠ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ‘રામાયણ’ સિરિયલમાં રામની ભૂમિકા નિભાવનાર અરૂણ ગોવિલે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. અરૂણ ગોવિલે (Arun Govil Net Worth) ચૂંટણી એફિડેવિટ પોતાની સંપત્તિ અંગે માહિતી આપી છે.

અરૂણ ગોવિલ કરોડોની જમીનના માલિક

ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યા મુજબ અરૂણ ગોવિલ પાસે પૂણે સ્થિત 13194 વર્ગ ફુટમાં ફેલાયેલો એક રહેણાંક પ્લોટ છે. આ પ્લેટ તેમણે 2010માં 45 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આજે તેની કિંમત 4.25 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. તેમની પાસે સાઉથ વેસ્ટામાં 1394 વર્ગ ફુટની એક ઓફિસ પણ છે. આ ઓફિસ તેમણે 2017માં 52 લાખમાં ખરીદી હતી, જેની હાલ કિંમત 1.42 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

શેર બજારમાં કરોડોનું રોકાણ

અરૂણ ગોવિલ પાસે 3,75,000 લાખ રૂપિયાની રોકડ છે. બેંક એકાઉન્ટમાં 10,34,9071 જમા છે. શેરબજારમાં 1.22 કરોડ રૂપિયા અને મ્યુચ્યુઅલ ફંડમાં 16.51 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમની પાસે 2022ના મોડલની 62,99,000 કરોડ રૂપિયાની મર્સિડિઝ કાર છે. તેમની પાસે 10,93,291 કરોડની કિંમતનું 220 ગ્રામ સોનું છે. આ ઉપરાંત તેમના પર એક્સિસ બેંકનું 14.6 લાખનું દેવું પણ છે.

પત્ની પાસે પણ કરોડોની સંપત્તિ

તેમની પત્ની શ્રીલેખા ગોવિલ (Arun Govil Wife) પાસે 40,75,000 રૂપિયા રોકડ, બેંકમાં 80,43,149 રૂપિયા જમા, શેરબજારમાં 143,59,555 રૂપિયા રોકાણ, 32 લાખ રૂપિયાના 600 ગ્રામ સોનાના આભૂષણ છે. અંધેરી વેસ્ટ મુંબઈમાં અમરનાથ ટાવર્સમાં શ્રીલેખાના નામે એક ફ્લેટ છે. તેમણે 1127 વર્ગ ફુટનો આ ફ્લેટ વર્ષ 2001માં 49 લાખમાં ખરીદ્યો હતો, જેની વર્તમાન કિંમત બે કરોડથી વધુ છે. નાણાંકીય વર્ષ 2022-23માં શ્રીલેખાને 16.74 લાખ રૂપિયાની આવક મેળવી હતી.


Google NewsGoogle News