Get The App

ભાજપ નેતા અને બ્રિજભૂષણના દીકરાના કાફલાની કાર બેકાબૂ, બાઈકને અડફેટે લેતાં 2નાં મોત

Updated: May 29th, 2024


Google NewsGoogle News
ભાજપ નેતા અને બ્રિજભૂષણના દીકરાના કાફલાની કાર બેકાબૂ, બાઈકને અડફેટે લેતાં 2નાં મોત 1 - image


Karan Bhushan Singh: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં સાંસદ બ્રિજભૂષણ શરણના પુત્ર અને કૈસરગંજ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ શરણ સિંહના કાફલામાં સામેલ એક કારે બાઇક સવાર બે યુવાનોને કચડી નાખ્યા હતા. આ દરમિયાન રોડ કિનારે ચાલતા જતી એક મહિલાને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જેમને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

ઘટના બાદ વિસ્તારમાં તંગદિલી ફેલાઈ 

ઘટના બાદ ઘટનાસ્થળે ભારે તંગદિલી સર્જાઈ હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ન લઇ જવા દેવાની જીદ પર મક્કમ રહેતા લોકો અને પોલીસ પ્રશાસન વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન સૂત્રોચ્ચાર, ટ્રાફિક જામ જેવા દૃશ્યો સર્જાયા હતા. ભારે જહેમત અને સમજાવટ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જે બાદ સ્થળ પર પાર્ક કરેલી કારને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ મોટી સંખ્યામાં પહોંચી હતી અને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કૈસરગંજથી ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહ આ કારના કાફલામાં હાજર હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ ખડકી દેવાયો છે કેમ કે સ્થિતિ તંગદિલીપૂર્ણ થઈ ગઈ છે. લોકોનો ગુસ્સો જોઇ અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ, અને ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગુસ્સે થયેલા લોકોને કોઈક રીતે શાંત પાડ્યા હતા. આ બનાવની ફરિયાદ મૃતક યુવકના સગા પૈકીની મહિલા ચંદા બેગમે પોલીસ સ્ટેશનમાં આપી છે.

ભાજપ નેતા અને બ્રિજભૂષણના દીકરાના કાફલાની કાર બેકાબૂ, બાઈકને અડફેટે લેતાં 2નાં મોત 2 - image


Google NewsGoogle News