નિર્મલા સીતારમણ અને જયશંકર લડશે લોકસભા ચૂંટણી, ભાજપની મોટી જાહેરાત
Lok sabha Election : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ. જયશંકરને લઈને ભાજપે મોટી જાહેરાત કરી છે. ભાજપે બંને કેન્દ્રીય મંત્રીઓને આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જો કે એ નથી જણાવ્યું કે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે. જણાવી દઈએ કે, મોદી સરકારમાં નિર્મલા સીતારમણ અને એસ. જયશંકર બંને કેબિનેટમાં મહત્ત્વના વિભાગ સંભાળી રહ્યા છે. હાલ તે બંને રાજ્યસભાના સભ્ય છે અને બંને હજુ સુધી ચૂંટણી નથી લડ્યા.
કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીએ ભાજપ તરફથી જાહેરાત કરી હતી કે, 'પક્ષ વખતે બંનેને ચૂંટણીમાં ઉતારવાની યોજના ઘડીરહી છે.’ જણાવી દઈએ કે, પ્રહ્લાદ જોશી પણ કેન્દ્ર સરકારના કેન્દ્રીય મંત્રી છે. કદાચ નિર્મલા સીતારમણને કર્ણાટકની કોઈ બેઠકથી ઉતારવામાં આવી શકે છે.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે, પ્રહ્લાદ જોશીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, 'એ લગભગ નક્કી થઈ ચૂક્યું છે કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ. જયશંકર આગામી લોકસભા ચૂંટણી લડશે. જો કે, હજુ એ નક્કી નથી થયું કે તેઓ ક્યાંથી ચૂંટણી લડશે. પછી તે કર્ણાટકમાં હોય કે અન્ય રાજ્યમાં.'
ઉલ્લેખનીય છે કે, નિર્મલા સીતારમણ હાલ કર્ણાટકથી જ રાજ્યસભાના સભ્ય છે. તો એસ. જયશંકર ગુજરાતથી રાજ્યસભામાં આવ્યા હતા. સીતારમણે 2008માં ભાજપ જોઈન કર્યું હતું અને 2014 સુધી તેઓ પ્રવક્તા રહ્યા. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ તેમને જુનિયર મંત્રી બનાવાયા. ત્યારબાદ તેમને આંધ્રપ્રદેશથી રાજ્યસભામાં મોકલાયા.
વર્ષ 2017થી 2019 સુધી તેઓ સંરક્ષણ મંત્રી રહ્યાં હતા. આ દરમિયાન અરૂણ જેટલીના નિધન બાદ તેમને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી. ત્યારે વાત કરીએ એસ. જયશંકરની તો તેઓ એક રાજદૂત રહી ચૂક્યા છે. 2015માં તેઓ વિદેશ સચિવ પદ પર હતા. ત્યારે 2019માં મોદી સરકારામાં સામેલ કરી લેવાયા. ત્યારબાદ તેમને ગુજરાતથી રાજ્યસભામાં મોકલાયા. હાલ એસ. જયશંકર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ભારતીયો વચ્ચે લોકપ્રિય છે.