Get The App

'બકવાસ ના કરશો ગાડી નીચે કચડી નાખીશ..' સુવિધા માગી તો વિદ્યાર્થીઓને ભાજપના ધારાસભ્યની ધમકી

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
'બકવાસ ના કરશો ગાડી નીચે કચડી નાખીશ..' સુવિધા માગી તો વિદ્યાર્થીઓને ભાજપના ધારાસભ્યની ધમકી 1 - image


Haridev Joshi Journalism and Mass Communication University : જયપુરના હરિદેવ જોશી જર્નાલિઝમ ઍન્ડ માસ કોમ્યુનિકેશન યુનિવર્સિટીમાં સુવિધાઓની માંગ કરી રહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ પર ભાજપના બાંદીકુઈથી ધારાસભ્ય ભાગચંદ ટાંકડાએ ગાડી ચઢાવી દેવાની ધમકી આપી છે. યુનિવર્સિટીમાં યોજાયેલી એક બેઠક બાદ આ ઘટના સર્જાઈ હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. 

ધારાસભ્ય ભાગચંદ ટાંકડા યુનિવર્સિટીના સિંડિકેટ સભ્ય તરીકે એક મીટિંગમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન એબીવીપીના કાર્યકર્તાઓએ કુલપતિ સચિવાલયનો ઘેરાવો કરી 7 માંગો સાથે પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય ભાગચંદ ટાંકડા મીટિંગમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી નેતાઓએ તેમની ગાડીને રોકીને તેમને આવેદનપત્ર આપવા માંગતા હતા. જેથી ધારસભ્ય ભડક્યા અને તેમણે ગાડીમાં બેસતાં કહ્યું કે 'બકવાસ કરશો તો ગાડી ચઢાવી દઈશ. 

જર્નાલિઝમ યુનિવર્સિટીમાં સ્ટુડિયો ન હોવાની ફરિયાદ

મામલો વધી જતાં ધારાસભ્ય ભાગચંદ ટાંકડા પોતાની ગાડીમાં બેસીને નીકળી ગયા, પરંતુ તેમના આ વ્યવહાર વિરુદ્ધ એબીવીપીએ કડક વિરોધ વ્યક્ત કર્યો. સંગઠને કહ્યું કે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન વિદ્યાર્થીઓની સમસ્યાની અવગણના કરી રહ્યું છે અને શૈક્ષણિક સંસ્થામાં ઘણી અનિયમિતતાઓ ચાલી રહી છે. એબીવીપીએ આરોપ લગાવતાં કહ્યું કે યુનિવર્સિટીમાં ના તો સમયસર પરીક્ષાઓ યોજાય છે, ના તો પરિણામ જાહેર થાય છે, અને સત્ર શરુ થયાના છ મહિના પછી પણ આઇકાર્ડ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત નવા ભવન બની ગયા છે, પરંતુ ત્યાં શિફ્ટિંગ થઈ રહ્યું નથી. જર્નાલિઝમ યુનિવર્સિટીમાં સ્ટુડિયો સુદ્ધાં નથી, જ્યારે વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલવામાં આવે છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

તો બીજી તરફ ધારાસભ્ય ભાગચંદ ટાંકડાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તેમના વિરુદ્ધ ટીકાઓનો દૌર શરુ થઈ ગયો છે. એબીવીપીના કાર્યકર્તાઓએ ધારાસભ્યના વ્યવહારને વિદ્યાર્થી વિરોધી અને અપમાનજનક ગણાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ધારાસભ્ય ભાગચંદ ટાંકડાના ઘણા ઓડિયો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે, જેમાં તે લોકોને ધમકાવતાં જોવા મળ્યા હતા. થોડા સમય પહેલાં જ ભાજપ સરકારે બાંદીકુઈમાં તેમના વિરુદ્ધ એક કેસ પણ દાખલ કરાવ્યો હતો. 


Google NewsGoogle News