ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 83 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, વસુંધરા રાજે ક્યાંથી લડશે?

છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે વસુંધરા રાજેથી ભાજપ નારાજ છે

ઝાલરાપાટનથી વસુંધરાને ટિકિટ આપવામાં આવી

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 83 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, વસુંધરા રાજે ક્યાંથી લડશે? 1 - image


Rajasthan Assembly Election Second candidate List |  રાજસ્થાન વિધાનસભા  ચૂંટણી સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે અહીં 83 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને (Vasundhara Raje) પણ ટિકિટ અપાયાની માહિતી છે. તેમાં ઝાલરાપાટનથી વસુંધરાને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે વસુંધરા રાજેથી ભાજપ નારાજ છે. તેમની અનેક મામલે અવગણના થવા લાગી હતી. જોકે હવે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાયો છે. 

જાણો કોને ક્યાંથી ટિકિટ અપાઈ 


  


Google NewsGoogle News