વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, મધ્યપ્રદેશમાં 57 અને રાજસ્થાનમાં 41 ઉમેદવારોને મળી ટિકિટ

રાજસ્થાનમાં રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને દિયા કુમારી સહિત સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, મધ્યપ્રદેશમાં 57 અને રાજસ્થાનમાં 41 ઉમેદવારોને મળી ટિકિટ 1 - image


Madhya Pradesh Election BJP List : મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. CM શિવરાજ સિંહ ચૌહાણ બુધનીથી, રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દતિયાથી, ગોપાલ ભાર્ગવ રેહલીથી, વિશ્વાસ સારંગ નરેલાથી અને તુલસીરામ સિલાવત સાવરથી ચૂંટણી લડશે.

Rajasthan Election BJP List : વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપે રાજસ્થાનની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને દિયા કુમારી સહિત સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં ઘણા ચોંકાવનારા નામો સામે આવ્યા છે. જયપુરના વિદ્યાધરનગરથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોન સિંહ શેખાવતના જમાઈ વર્તમાન ધારાસભ્ય નરપત સિંહ રાજવીની ટિકિટ રદ કરવામાં આવી છે.


Google NewsGoogle News