500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, શક્તિપીઠોનો વિકાસ...; ભાજપે છત્તીસગઢમાં જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, શક્તિપીઠોનો વિકાસ...; ભાજપે છત્તીસગઢમાં જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો 1 - image


Image Source: Twitter

- છત્તીસગઢને નક્સલવાદમાંથી બહાર લાવવાનું કામ બીજેપીએ કર્યું: ગૃહમંત્રી અમિત શાહ

રાયપુર, તા. 03 નવેમ્બર 2023, શુક્રવાર

છત્તીસગઠમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે બીજેપીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં ભાજપ કાર્યાલય કુશાભાઉ ઠાકરે પરિસરમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ચૂંટણી ઢંઢેરો અમારા માટે સંકલ્પ પત્ર હોય છે. છત્તીસગઢની સ્થાપનાનો ઉદ્દેશ્ય વિકાસની મુખ્ય ધારામાં સમ્મેલિત કરવાનો હતો. અમને છત્તીસગઠ માટે કામ કરવાની તક મળી. છત્તીસગઢ 15 વર્ષમાં બીમાર રાજ્યમાંથી એક સારા રાજ્યમાં પરિવર્તિત થયું છે. હવે ફરીથી ચૂંટણી આવી છે. છત્તીસગઢની જનતા પરિવર્તન કરવા જઈ રહી છે. અમે છત્તીસગઢને સંપૂર્ણ વિકસિત રાજ્ય બનાવવાનું કામ કરીશું. છત્તીસગઢને નક્સલવાદમાંથી બહાર લાવવાનું કામ બીજેપીએ કર્યું છે. મનરેગામાં 150 દિવસની રોજગારી આપનારું રાજ્ય છત્તીસગઢ બન્યુ છે. છત્તીસગઢમાં વિદ્યાર્થીઓને મફત લેપટોપ, ટેબ આપવાનું કામ કરવામાં આવ્યુ છે. 

ગૃહમંત્રીએ કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં જ્યાં કોલેજની સ્થાપના કરવી ખૂબ જ મુશ્કેલ હતી ત્યાં ભાજપે દંતેવાડામાં પણ શિક્ષણના નવા ધોરણો બનાવવાનું કામ કર્યું છે. અહીં 5 વર્ષમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે. હું 3 મહિનામાં 10 વખત આવ્યો મેં ઘણા વર્ગના લોકો સાથે વાત કરી છે. એક જ ભાવના બની છે કે, આ વખતે છત્તીસગઢમાં પરિવર્તન આવશે. અમે જવાબદારી સાથે વચન આપ્યું છે.

પ્રમુખ એલાન

- 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર

- છત્તીસગઠમાં રામલલ્લા દર્શન યોજના

- છત્તીસગઠમાં શક્તિપીઠનો વિકાસ

- કૃષિ ઉન્નતિ યોજનાની થશે શરૂઆત. 21 ક્વિન્ટલ પ્રતિ એકર ડાંગરની ખરીદી 3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે થશે

- ખેડૂતોને એક સાથે વળતર આપવામાં આવશે

- ડાંગર ખરીદતા પહેલા બારદાનની થેલીઓ મળશે

- તમામ પરિણીત મહિલાઓને વાર્ષિક 12 રૂપિયા આપવાનું એલાન

- મહતારી વંદન યોજનાની શરૂઆત કરીશું

- 2 વર્ષમાં 1 લાખ ખાલી પદોમાં થશે ભરતી

- 18 લાખ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવામાં આવશે

- તેંડુપત્તા સંગ્રહણ 5500 પ્રતિ બોરી, વધારાનું સંગ્રહણ કરનારાઓને રૂ. 4500 બોનસ મળશે

- ચરણ પાદુકા યોજના ફરીથી લોન્ચ થશે

- આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા ઉપરાંત 10 લાખ રૂપિયા સુધીની સારવાર સીએમ રિલીફ ફંડમાંથી કરવામાં આવશે

- ભરતી કૌંભાડમાં સામેલ લોકો પર કડક તપાસ કરવામાં આવશે

- નવા ઉદ્યોગ માટે 50% સબસિડી મળશે

- એનસીઆરની તર્જ પર રાયપુર, નવા રાયપુર, ભિલાઈને જોડીને એસ.સી.આર

- ઈનોવેશન હબ રાયપુરમાં બનશે 6 લાખથી વધુ રોજગાર 

- રાણી દુર્ગાવતી યોજના

- કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે માસિક ટ્રેવેલ અલાઉંસ

- ઈન્વેસ્ટ છત્તીસગઢ સમ્મેલનની ફરીથી શરૂઆત કરવામાં આવશે


Google NewsGoogle News