Get The App

ભાજપ સંગઠનમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, ગુજરાત સહિતના રાજ્યોમાં અધિકારીઓની નિમણૂક

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
BJP


BJP Election Officers : ભાજપે વિવિધ રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદ સભ્યોની ચૂંટણી માટે ગુરુવારે (2 જાન્યુઆરી) ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીઓ સહિત સિનિયર નેતાઓને તેમના રાજ્યોમાં આંતરિક ચૂંટણીના યોગ્ય સંચાલનને સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. 

કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઇ

ભાજપે ખાસ રાજ્યોની જવાબદારી કેન્દ્રીય મંત્રીઓને સોંપી છે. ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના ચૂંટણી અધિકારી બનાવાયા છે, જ્યારે પીયૂષ ગોયલને ઉત્તર પ્રદેશ, મનોહર લાલ ખટ્ટરને બિહાર, સુનીલ બંસલને ગોવા, ધર્મેન્દ્ર પ્રધાનને મધ્ય પ્રદેશ અને શિવરાજ સિંહ ચૌહાણને કર્ણાટકના અધિકારી બનાવવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ‘કાશ્મીર’નું નામ ઋષિ ‘કશ્યપ’ના નામ પરથી રખાય તેવી શક્યતા, કેન્દ્રની જાહેરાતથી રાજકીય ગરમાવો

અન્ય રાજ્યોની જવાબદારી કોને સોંપાઇ?

નોંધનીય છે કે, આંદામાન અને નિકોબાર માટે તમિલિસાઈ સુંદરરાજન, આંધ્રપ્રદેશ માટે પીસી મોહન, અરુણાચલ પ્રદેશ માટે સર્બાનંદ સોનોવાલ, આસામ માટે ગજેન્દ્ર સિંહ શેખાવત, ચંડીગઢ માટે સરદાર નરિંદર સિંહ રૈના, છત્તીસગઢ માટે વિનોદ તાવડે, દાદરા અને નગર હવેલી-દમણ અને દીવ માટે ડૉ. રાધા મોહન દાસ અગ્રવાલ, હરિયાણા માટે અરુણ સિંહ, હિમાચલ પ્રદેશ માટે ડૉ.જિતેન્દ્ર સિંહ, જમ્મુ-કાશ્મીર માટે સંજય ભાટિયા, કેરળ માટે પ્રહલાદ જોશી, લદાખ માટે જયરામ ઠાકુર, લક્ષદ્વીપ માટે પોન. રાધાકૃષ્ણન, મેઘાલય માટે જ્યોર્જ કુરિયનને ચૂંટણી અધિકારી બનાવાયા છે. 

ભાજપ સંગઠનમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, ગુજરાત સહિતના રાજ્યોમાં અધિકારીઓની નિમણૂક 2 - image

વિજય રૂપાણીને પણ સોંપાઇ મોટી જવાબદારી

એ જ રીતે મિઝોરમ માટે વનાતિ શ્રીનિવાસન, નાગાલેન્ડ માટે વી. મુરલીધરન, ઓડિશા માટે સંજય જયસ્વાલ, પુડુચેરી માટે તરુણ ચુગ, રાજસ્થાન માટે વિજય રૂપાણી, સિક્કિમ માટે કિરણ રિજિજુ, તમિલનાડુ માટે જી. કિશન રેડ્ડી, તેલંગાણા માટે કુમારી શોભા કરંદલાજે અને ત્રિપુરા માટે જુઅલ ઓરામને નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ મમતા બેનરજીના નજીકના TMC નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા, CCTVમાં ઘટના કેદ

રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે?

ભાજપ પક્ષના નિયમ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરતા પહેલા 50 ટકા રાજ્યોમાં સંગઠનની ચૂંટણી થવાની છે. આ માટે રાજ્યોના પ્રદેશ પ્રમુખોની ચૂંટણી 15 જાન્યુઆરી સુધીમાં થવાની છે. આ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 


Google NewsGoogle News