ભાજપે ગૌરવ ગોગોઈની પત્ની પર લગાવ્યો ISI કનેક્શનનો આરોપ, કોંગ્રેસે સાંસદનો જવાબ- CMને ખુરશી ગુમાવવાનો ડર
Gaurav Gogoi: ભાજપે કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈની પત્નીને પાકિસ્તાની અને પાક.ની ગુપ્ત એજન્સી ISI સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલબર્નના ISI સાથે સંબંધ છે. તે પાકિસ્તાનની યોજના આયોગના પૂર્વ સલાહકાર અલી તૌકીર શેખ સાથે કામ કરી રહી હતી. તે ઇસ્લામાબાદમાં જળવાયુ અને જ્ઞાન વિકાસ નેટવર્ક (CDKN) સાથે જોડાયેલી હતી. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ નામ લીધા વિના ગોગોઈની પત્ની પર આરોપ લગાવ્યો છે. આ આરોપો પર ગોગોઈની પણ પ્રતિક્રિયા આવી છે.
ગૌરવ ભાટિયાએ લગાવ્યા આરોપ
ગૌરવ ભાટિયાએ પોતાના X પ્રોફાઇલ પર લખ્યું, 'બહુ ગંભીર અને પરેશાન કરનાર તથ્ય સામે આવ્યા છે. વિપક્ષના નેતા ગૌરવ ગોગોઈની પત્નીનો પાકિસ્તાન અને ISI સાથે સંબંધ છે. હું જવાબદારી સાથે કહી રહ્યો છું કે, ગૌરવ ગોગોઈની પત્ની એલિઝાબેથ કોલ્બર્ન, તૌકીર શેખ સાથે જોડાયેલી છે જે પાકિસ્તાન યોજનામાં આયોગમાં સલાહકાર છે. આ એક ગંભીર મુદ્દો છે જે દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઉભું કરે છે. તેથી અમે રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગેને પૂછવા ઈચ્છીએ છે કે, ગૌરવ ગોગોઈને બહાર આવીને એલિઝાબેથના ISI અને પાકિસ્તાન સાથે સંબંધોના સ્પષ્ટ વિવિરણ આપવાની જરૂર છે... એલિઝાબેથ કોલ્બર્ન પાકિસ્તાની ISI એજ્નોટ સાથે કેમ કામ કરી રહી છે?'
આ પણ વાંચોઃ '3 દિવસમાં જ લોકોને તેમની ભૂલનું ભાન થયું...', દિલ્હીના પૂર્વ CM આતિશીનો મોટો દાવો
હિમંતા બિસ્વા સરમાએ શું કહ્યું?
હિમંતા બિસ્વા સરમાએ ગોગોઈ અથવા તેમની પત્નીનું નામ લીધા વિના આ મામલે લખ્યું, 'થોડા ગંભીર સવાલ છે જેના જવાબ મળવા જોઈએ... ISI સાથે સંબંધ, યુવાઓ અને બ્રેનવૉશ કરવા માટે પાકિસ્તાન દૂતાવાસમાં લઈ જવા અને ગત 12 વર્ષોથી ભારતીય નાગરિકતા લેવાનો ઈનકાર કરવાનો આરોપ. આ સિવાય ધર્માંતરણ કાર્ટેલમાં ભાગીદારી અને રાષ્ટ્રીય સુરક્ષાને અસ્થિર કરવા માટે જૉર્જ સોરોસ સહિત બહારના સ્ત્રોત પાસેથે પૈસા મેળવવા... આ તમામ એક ગંભીર સમસ્યા છે, જેને અવગણી ન શકાય. જવાબદેહી નક્કી કરવી પડશે. ફક્ત જવાબદારીથી બચવું અથવા બીજા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ બચવાનો સરળ રસ્તો નથી. દેશ પારદર્શિતા અને સત્યનો હકદાર છે. મોડા તો મોડા પણ વાત સામે આવી જશે કે, જોર્જ સોરોસના નેતૃત્વમાં વિદેશી શક્તિઓએ 2014માં અસમ કોંગ્રેસના એક મોટા નિર્ણયને કેવી રીતે પ્રભાવિત કર્યો. આશા છે કે, સમય આુવતા હકીકત સામે આવી જશે.'
આ પણ વાંચોઃ શરદ પવારે પાઘડી પહેરાવી શિંદેનું સન્માન કરતાં ઉદ્ધવ ઠાકરે નારાજ, ભાજપે કર્યો કટાક્ષ
ગોગોઈએ આપ્યો જવાબ
ગૌરવ ગોગોઈએ આ મામલે સલમાન ખાનની એક ફિલ્મને ટાંકીને જવાબ આપ્યો અને કહ્યું કે, 'ટાઇગર જિંદા હૈ' (ફિલ્મ)માં જો સલમાન ખાનના પાત્રની પત્ની ISI એજન્ટ હોય શકે છે, તો હું પણ રૉ એજન્ટ હોય શકુ છું. આ હાસ્યાસ્પદ છે, ભાજપને આની સાથે કોઈ લેવા-દેવા નથી. એકબાદ એક જમીન હડપવાના મામલા સામે આવી રહ્યા છે, એક બાદ એક માનહાનિના કેસ કરવામાં આવી રહ્યા છે. આ આરોપોનો કોઈ આધાર નથી. આ તેમની કમજોરી બતાવે છે અને આ તથ્યને દર્શાવે છે કે, ઝડપથી પોતાનો આધાર ખોઈ રહ્યાં છે. જે લોકો આ પ્રકારના આરોપ લગાવે છે કે, તેમને જોવું જોઈએ કે, તેમનો પરિવાર જમીન હડપવાના કેસમાં સંડોવાયેલા છે અને રિસોર્ટ બનાવવાની દલીલમાં ગુંચવાયા છે. અસમના મુખ્યમંત્રી એ વાતથી પરેશાન છે કે બે અથવા ત્રણ મહિનામાં ભાજપના નવા અધ્યક્ષ દીલિપ સૈકિયા મુખ્યમંત્રી બની જશે. નવી દિલ્હીમાં ભાજપ નેતૃત્વને સરમા પરિવારના જમીન મામલે જાણ છે અને ડર લાગી રહ્યો છે કે, તેમને ક્યાંક હટાવી ન દે.'