પેટાચૂંટણી: યોગીના ગઢમાં કઈ વ્યૂહનીતિ અપનાવશે ભાજપ? નવ બેઠકો પર ખરાખરીનો જંગ
UP By Election 2024: ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે રાજકીય પક્ષોએ વ્યૂહનીતિ ઘડવાનું શરુ કરી દીધું છે. જ્યારે ભાજપ સતત સુલેહમાં વ્યસ્ત છે, ત્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પણ સત્તાધારી પક્ષને સંપૂર્ણ તાકાત સાથે ટક્કર આપવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ભાજપે લોકસભા ચૂંટણી દરમિયાન યુપીમાં થયેલા નુકસાનનો બદલો લેવા માટે ખાસ વ્યૂહનીતિ બનાવી છે. જેમાં ભાજપે ફરી એકવાર યુપીના દલિતોને આકર્ષવા માટે પ્રયત્નો કરવા પડશે.
યુપીમાં ભાજપને નુકસાન કેમ થયું?
ભાજપના વ્યૂહરચનાકારોનું માનવું છે કે કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં બંધારણનું રટણ કરીને જે વર્ણન કર્યું હતું તેનાથી ભાજપને નુકસાન થયું છે. નોંધનીય છે કે એપ્રિલથી મે વચ્ચે સપા અને કોંગ્રેસના નેતાઓએ ઘણી વખત કહ્યું હતું કે જો ભાજપ જીતશે તો તેઓ અનામત ખતમ કરી દેશે. જેના કારણે ઉત્તર પ્રદેશમાં ભાજપને ભારે નુકસાન થયું છે.
આ પણ વાંચો: યુક્રેન-રશિયા અને ઈઝરાયલ-હમાસ યુદ્ધને કારણે ભારતના આ રાજ્યમાં ખાતરનું સંકટ, કૃષિ મંત્રીનો દાવો
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશની વ્યૂહનીતિ દૃષ્ટિએ ઘણી મહત્ત્વની હતી. ભાજપને ટક્કર આપવા માટે સપા-બસપાએ હાથ મિલાવ્યા હતા, છતાં ભાજપ તરફથી એવું તોફાન આવ્યું કે ગઠબંધન ફંગોળાઈ ગયું હતું. જ્યારે કોંગ્રેસની સ્થિતિ પણ ખરાબ થઈ હતી. ભાજપે 78 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી પાર્ટી 62 બેઠકો પર જીત મેળવવામાં સફળ રહી હતી. બસપાને 10 બેઠકો, સપાને 5 બેઠકો મળી હતી. ભાજપે કોંગ્રેસ પાસેથી અમેઠી પણ છીનવી લીધી હતી. કોંગ્રેસને રાયબરેલી બેઠક મળી હતી, જ્યાંથી સોનિયા ગાંધી જીત્યા હતા.
2024માં ભાજપને દલિત મત ઓછા મળ્યા
2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 240 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસની 99 બેઠકો હતી અને સપાનો ગ્રાફ વધીને 37 થયો હતો. ભાજપના નેતાઓનું કહેવું છે કે 2024માં દલિત મત ઓછા મળ્યા હતા. ઉત્તર પ્રદેશની નવ બેઠકો પર દલિત મતોએ નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જો દરેક બેઠક પર દલિત મતદારોની સંખ્યામાં 20થી 50 હજારનો વધારો થયો હોત તો પરિસ્થિતિ જુદી હોત.
આ પણ વાંચો: 448 ફૂટ ઊંચા પિરામિડની ટોચ પર પહોંચી ગયું શ્વાન: પેરાગ્લાઈડર્સે કેદ કર્યા દ્રશ્યો, વીડિયો વાઇરલ
યુપીમાં ભાજપને મળેલા દલિત મતોમાં 8%નો ઘટાડો થયો છે. બીજી તરફ જો બસપા તમામ 10 સીટો પર પેટાચૂંટણી લડે છે તો ભાજપને રાહત મળી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ દલિત મતદારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે અથાક મહેનત કરી રહી છે.
પેટાચૂંટણી ક્યારે યોજાશે?
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી 13મી નવેમ્બર 2024ના રોજ યોજાશે. 9 બેઠકો પર મતદાન થશે, જ્યારે ચૂંટણી અરજી પેન્ડિંગ હોવાને કારણે મિલ્કીપુર બેઠક પર ચૂંટણી યોજાશે નહીં.