‘...તો નીતિશ કુમાર બિહારને ઇસ્લામિક રાજ્ય જાહેર કરે’, બિહાર સરકારના રજાઓના કેલેન્ડર પર વિવાદ

બિહાર સરકારના નવા કેલેન્ડરમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, રક્ષાબંધનના તહેવારોની રજાની બાદબાકી કરાતા વિવાદ

કેલેન્ડર મુજબ ઈદ માટે 3 દિવસની રજા જાહેર કરાતા ભાજપનું નીતિશ કુમારના નેતૃત્વવાળી સરકાર પર હલ્લાબોલ

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
‘...તો નીતિશ કુમાર બિહારને ઇસ્લામિક રાજ્ય જાહેર કરે’, બિહાર સરકારના રજાઓના કેલેન્ડર પર વિવાદ 1 - image

બિહાર, તા.28 નવેમ્બર-2023, મંગળવાર

Bihar Government Calendar-2024 Controversy : બિહારમાં ફરીથી રાજકીય ધમાસાણ છે. હવે ધમાસાણનું કારણ બન્યું છે બિહાર સરકાર દ્વારા 12મા ધોરણ સુધી જારી કરાયેલી રજાઓનું કેલેન્ડર. બિહાર સરકારે વર્ષ 2024 માટે સ્કૂલોમાં રજાનું કેલેન્ડર જારી કરી દીધું છે જેમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારોના નામ જ નથી. તેને લઈને વિપક્ષી BJPએ નીતિશ કુમાર (Nitish Kumar)ના નેતૃત્વવાળી સરકાર પર હુમલો કર્યો છે. ભાજપે તંજ કસતા કહ્યું છે કે નીતિશ સરકાર બિહારને ઈસ્લામિક સ્ટેટ જાહેર કરી દે.

બિહાર શિક્ષણ વિભાગના કેલેન્ડર-2024થી હોબાળો

હકીકતમાં, બિહારની સરકારી સ્કૂલોમાં વર્ષ 2024માં ક્યા-ક્યા દિવસે રજાઓ રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગેનું કેલેન્ડર બહાર પાડ્યું છે. પહેલાથી લઈને 12મા ધોરણ સુધી પહેલીવાર એક જ રજાઓવાળુ કેલેન્ડર જારી કરવામા આવ્યું છે. જારી કેલેન્ડર પ્રમાણે વર્ષ 2024માં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, રક્ષાબંધન, તીજ અને એના જેવા અન્ય તહેવારો પર આ વર્ષે કોઈ રજા નહીં હોય. 2023ના કેલેન્ડરમાં તીજ માટે બે દિવસ અને જિઉતિયા માટે એક દિવસની રજા આપવામા આવી હતી. નવા કેલેન્ડરમાં આ રજાઓ રદ્દ કરી દેવામા આવી છે.

‘હિન્દુ તહેવારોની રજા રદ, ઈદ પર 3 દિવસની રજા’

તેના ઠીક ઉલટ ઈદ માટે હવે 3 દિવસ રજા હશે. ઈદ માટે 18, 19 અને 20 જૂને સ્કૂલ બંધ રહેશે. હવે તેને જ આધાર બનાવીને ભાજપે નીતિશ સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. ભાજપ પ્રવક્તા ડૉક્ટર અજય આલોકે (Ajay Alok) કહ્યું છે કે નીતિશ કુમાર બિહારને ઈસ્લામિક સ્ટેટ જાહેર કરી દે. તેમણે નીતિશ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા કહ્યું છે કે સ્કૂલ માટે રજાઓના કેલેન્ડરમાં તેની ઝલક જોવા મળી રહી છે. હિન્દુઓના તહેવાર પર રજાઓ રદ્દ કરી દેવામા આવી અને ઈદ પર ત્રણ દિવસની રજા જાહેર કરી દેવામા આવી.

ભવિષ્યમાં મોહમ્મદ નીતિશ અને મોહમ્મદ લાલુના નામથી ઓળખાશે : ગિરિરાજ સિંહ

ડૉક્ટર અજય આલોકે આરોપ લગાવ્યો કે નીતિશ સરકાર પહેલા જ દુર્ગા પૂજાની રજાઓમાં કપાત કરી ચૂકી છે. તેમણે એમ પણ કહ્યું કે નીતિશ કુમાર બિહારને ઈસ્લામિક સ્ટેટ જાહેર કરી દે, એ જ યોગ્ય રહેશે. જ્યારે, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરી નીતિશ કુમારના નેતૃત્વવાળી બિહાર સરકારને ઘેરી છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજે રાજ્યને ઈસ્લામિક રિપબ્લિક ઑફ બિહાર ગણાવતા કહ્યું છે કે નીતિશ અને લાલુની સરકારે મુસ્લિમ પર્વની રજા વધારી, રક્ષાબંધન અને શિવરાત્રી પર રજા ન મળી. ગિરિરાજ સિંહે (Giriraj Singh) એ પણ કહ્યું કે જે રીતે લાલુ યાદવ (Lalu Yadav) અને નીતિશની સરકાર હિન્દુઓ પર હુમલો કરી રહી છે, ભવિષ્યમાં તેમને મોહમ્મદ નીતિશ અને મોહમ્મદ લાલુના નામથી ઓળખાશે.

સુશીલ મોદીનો નીતિશ સરકાર પર તૃષ્ટિકરણનો આરોપ

ભાજપના રાજ્યસભા સાંસદ અને નીતિશ કુમારના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં ડે.સીએમ રહી ચૂકેલા સુશીલ મોદી (Sushil Modi)એ પણ એક્સ પર પોસ્ટ કરી નીતિશ સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે બિહાર સરકારે એકવાર ફરીથી જન્માષ્ટમી, રક્ષાબંધન અને શિવરાત્રીની રજા રદ્દ કરી દીધી છે. સુશીલ મોદીએ આરોપ લગાવ્યો કે નીતિશ કુમાર હિન્દુઓને જાતીઓમાં વહેચવા અને અલ્પસંખ્યકોના તુષ્ટિકરણથી મતોની રાજનીતિમાં લાગ્યા છે.


Google NewsGoogle News