Get The App

દિલ્હીમાં મતદાન વચ્ચે હોબાળો, બુરખામાં મહિલાઓ પાસે ફેક વોટિંગ કરાવવાનો ભાજપનો આરોપ

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
દિલ્હીમાં મતદાન વચ્ચે હોબાળો, બુરખામાં મહિલાઓ પાસે ફેક વોટિંગ કરાવવાનો ભાજપનો આરોપ 1 - image


Delhi Election: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે તમામ 70 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કડક સુરક્ષા વચ્ચે શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. અમુક જગ્યાએ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ એકબીજા પર ધાંધલીનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન સીલમપુરમાં એક બૂથ પર થોડીવાર માટે હોબાળો થયો હતો. બુરખા પહેરેલી મહિલાઓમાં નકલી વોટર હોવાનો આરોપ લગાવવાના કારણે હોબાળો થયો હતો. જોકે, પોલીસે સમયસર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

ચૂંટણી દરમિયાન હોબાળો

ભાજપના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે, બહારની મહિલાઓને લાવીને બુરખા પહેરાવી નકલી મતદાન કરાવવામાં આવી રહ્યું છે. ભાજપ કાર્યકર્તાઓ બૂથની સામે ઊભા રહીને નારાબાજી કરી રહ્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તા આમને સામને આવી ગયા હતા. આ હોબાળાની શરુઆત એ સમયે થઈ જ્યારે મહિલાઓએ આરોપ લગાવ્યો કે, જ્યારે તે મતદાન કરવા પહોંચી તો જાણ થઈ કે, તેમના નામે પહેલાં જ કોઈએ મતદાન કરી દીધું છે. ભાજપ સમર્થકોએ દાવો કર્યો કે, સીલમપુર બેઠકને અડીને આવેલા યુપીના લોનીથી લોકોને લાવીને બુરખામાં મતદાન કરાવવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ 'બુલેટ દા' તરીકે ફેમસ ભાજપના નેતા ભીખ માગતા દેખાયા, ફોટો વાયરલ થતાં જ પક્ષમાં દોડધામ

પોલીસે મોરચો સંભાળ્યો

આરોપ લગાવતા ભાજપ કાર્યકર્તા નારાબાજી કરવા લાગ્યા. આમ આદમી પાર્ટીના સમર્થક પણ સામે આવી ગયા. બંને પક્ષ તરફથી નારાબાજી થવા લાગી. હોબાળો એટલો વધી ગયો કે, થોડીવાર માટે મતદાન રોકવું પડ્યું હતું. માહોલ બગડતું જોઈ પોલીસે તુરંત મોરચો સંભાળ્યો. થોડીવાર બાદ સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ વક્ફની એક ઈંચ જમીન પણ નહીં છોડીએ...' ઓવૈસીનો કેન્દ્ર સરકારને ચેતવતો VIDEO વાયરલ

આમ આદમી પાર્ટીએ લગાવ્યો ગડબડનો આરોપ

આ પહેલાં આમ આદમી પાર્ટીએ પણ અમુક બેઠકો પર ગડબડનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સાંસદ સંજય સિંહે રાષ્ટ્ર પ્રમુખ ભવન પાસે પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો. વળી, જંગપુરામાં પણ એક બૂથ પાસે પૈસા વહેંચવાનો આરોપ ભાજપ પર લગાવ્યો હતો. આપના મંત્રી સૌરભ ભારદ્વાજે દાવો કર્યો કે, તેમની બેઠક પર આમ આદમી પાર્ટીના સમર્થકોને બૂથ સુધી જવામાં અડચણ ઊભી કરવામાં આવી રહી છે. 



Google NewsGoogle News